આદેશ:જેલમાં પાછા ફરવાના આદેશ વિરુદ્ધની 40 જેટલાં આરોપીઓની અરજી પાછી ખેંચાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના સંકટના કારણે આપ્તકાલીન પેરોલ મંજૂર કરવામાં આવેલ કેદીઓએ 15 દિવસમાં જેલમાં પાછા ફરવાનો આદેશ રાજ્ય સરકારે આપ્યો છે. એને 40 કેદીઓએ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે કોર્ટે આ પ્રકરણ હસ્તક્ષેપ કરવા નકાર આપ્યા બાદ કેદીઓએ અરજી પાછી ખેંચી હતી. જેલમાં કોરોનાનો ફેલાવો ટાળવા માટે સુપ્રીમ કોર્ટે કેદીઓના આપ્તકાલીન પેરોલ મંજૂર કરવાનો આદેશ આપ્યો હતો.

એનું ઉદાહરણ આપતા કેદીઓએ રાજ્ય સરકારના આદેશને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. જજ નિતીન સાંબ્રે અને જજ અનિલ પાનસરેની વેકેશન બેન્ચ સમક્ષ આ પ્રકરણની સુનાવણી થઈ હતી. એ સમયે પરિસ્થિતિ સુધરી હોવાથી સરકારે આ કેદીઓને 15 દિવસમાં જેલમાં હાજર થવાનું જણાવ્યું હોવાનું સરકારી વકીલ અરુણા પૈએ કોર્ટને જણાવ્યું હતું. તેમ જ નાગપુર ખંડપીઠે રાજ્ય સરકારના આદેશને સ્ટે આપવાનો નકાર આપ્યો હોવાનું હાઈ કોર્ટના ધ્યાનમાં લાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...