મેટ્રોથી મો ફેરવ્યું:ભાડાં વધતાં મહિલા પ્રવાસીઓએ મેટ્રોથી મો ફેરવ્યું

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમુક મહિલાઓને સ્ટેશન પાસે જવાના માર્ગ અસુરક્ષિત લાગે છે

મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ) દ્વારા મહિલાઓનો મેટ્રો પ્રવાસ વધુ સુવિધાજનક અને સુલભ જણાય તે માટે મેટ્રોમાં પ્રવાસ નહીં કરનારી મહિલાઓનો મત જાણ્યો ત્યારે ચોંકાવનારાં તારણો નીકળ્યાં છે.69 ટકા મહિલાઓએ મેટ્રોનાં ભાડાં વધુ હોવાથી પ્રવાસ કરતી નથી એમ જણાવ્યું હતું.

35 ટકા મહિલાઓએ સ્ટેશન તરફ જવાનો માર્ગ અસુરક્ષિત લાગે છે એમ જણાવ્યું હતું. આ જ રીતે જે મહિલાઓ મેટ્રોનો ઉપયોગ કરીને કામે જાય છે તેઓ પુરુષોનીતુલનામાં 21 ટકા વધુ ખર્ચ કરતી હોવાનું પણ આ અહેવાલમાં સામે આવ્યું છે.એમએમઆરડીએ દ્વારા હાલમાં જ જેન્ડર ઈન્ક્લુઝિવ ફ્યુચર ટ્રાન્સપોર્ટ (ગિફટ) પ્રકલ્પનાં નિરીક્ષણો પ્રકાશિત કર્યાં હતાં. આ ઉપક્રમ યુકે સરકારના સહયોગથી અને વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સહયોગથી અમલમાં લવાયો હતો. આ ઉપક્રમમાં પુરુષો અને મહિલાઓના પ્રવાસની જરૂરતોમાં ફરક સંબંધમાં સંશોધન કરવામાં આવ્યું હતું.

દુનિયાભરમાં જાહેર પરિવહન કામકાજ અને નિયોજન આંકડાવારીને આધારે અને સ્વયંચાલિત કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. જોકે લિંગ આધારિત આંકડાવારી નહીં હોવાથી મહિલાઓ અને અન્ય જૂથની જરૂરતો તરફ દુર્લક્ષ થી શકે છે.આથી એમએમઆરડીએએ લિંગ આધારિત નિરીક્ષણ નોંધ્યું છે. આ સંશોધનને લીધે પ્રવાસની પેટર્ન, નિર્ણય પ્રક્રિયા અને સુરક્ષા વિશેનો દ્રષ્ટિકોણ જેવાં ઘટકો બાબતે લિંગ આધારિત ફરક માન્ય કરનારી એમએમઆરડીએ દેશની પ્રથમ એજન્સી નીવડી છે.

આ અહેવાલમાં વિવિધ નિષ્કર્ષ કાઢવામાં આવ્યાં છે. તેમાં પુરુષોકામે જવા માટે અને અન્ય મુલાકાતો માટે મેટ્રોનો ઉપયોગ કરે છે, જ્યારે મહિલાઓ પાસેથી ખરીદી કરવી, ડોક્ટર પાસે જવું વગેરે કામો માટે મેટ્રોમાં પ્રવાસ કરે છે એવું સામે આવ્યું છે. મહિલાઓ મોટે ભાગે ભારે થેલીઓ અથવા નાના બાળક સાથે મેટ્રો પ્રવાસ કરે છે. આશરે 76 ટકા મહિલાઓ અને 64 ટકા પુરુષો નાના બાળકોસાથે મેટ્રોથી પ્રવાસ કરે છે. નાના બાળકો સાથે પરવાસ કરતી વખતે ટિકિટ કઢાવવા અને સુરક્ષા તપાસ કરતી વખતે અગ્રતા અને આરક્ષિત બેઠક વ્યવસ્થા મળે એવી માગણી તેમણે કરી છે.

મહિલાઓનો સહભાગ વધારાશે
દરમિયાન એમએમઆરડીએના કમિશનર એસવીઆર શ્રીનિવાસે જણાવ્યું કે આ અહેવાલમાંથી આ એજન્સીના લિંગ આધારિત ધોરણ વિશે માહિતી મળશે. તેમાં પુરુષ અને સ્ત્રીઓ પર આ ધોરણની થનારી અસર બાબતે નિરીક્ષણની આંકડાવારી નિયમિત સંકલિત કરવાની જરૂર નોંધ કરવામાં આવી છે. આ જ રીતે સ્ટેશન કંટ્રોલર, સુરક્ષા કર્મચારી, ટિકિટ સેવા આપતા કર્મચારી વગેરે કામકાજમાં મહિલાઓની સંખ્યા વધારવાનો એમએમઆરડીએનો ઉદ્દેશ છે અને આ અહેવાલને લીધે મહિલાઓની જરૂરતને સમજી લેવામાં અને તેમને સેવા પ્રદાન કરવાની ક્ષમતામાં આમૂલ પરિવર્તન લાવવામાં મદદ થશે, એમ તેમણે જણાવ્યું હતું.

ડિજિટલ મોડથી ટિકિટ ખરીદી
35 ટકા મહિલાઓ અને 38 ટકા પુરુષો ટિકિટ અથવા કાર્ડ ખરીદી સંપૂર્ણ ડિજિટલ મોડથી કરવાને અગ્રતા આપે છે. ગૃહિણીઓને છોડતાં મહિલાઓનું ડિજિટલ સુવિધાનો ઉપયોગ કરવાનું પ્રમાણ પુરુષો કકતાં વધુ હોવાનું દેખાય છે. 65 ટકા ગૃહિણી ટિકિટ ખરીદી કરવા માટે કાયમ ટિકિટબારી પર જાય છે.

78 ટકા મહિલાનો લેડીઝમાં પ્રવાસ
78 ટકા મહિલાઓ લેડીઝ ડબ્બામાં પ્રવાસ કરવા પર ભાર આપે છે. આ માટે સુવિધા કરતાં સુરક્ષાને વધુ મહત્ત્વ આપે છે. સ્ટેશન તરફ જતા માર્ગ અસુરક્ષિત હોવાનું 35 ટકા મહિલાઓને લાગે છે. આ જ માર્ગ પર 50 ટકાથી વધુ પુરુષોને સંપૂર્ણ સુરક્ષિત લાગે છે. સમય ઓછો હોવાથી, વ્યક્તિગત સુરક્ષા માટે, સાથે રહેલા નાના બાળકને લીધે અને એક પ્રવાસમાં અનેક કામો પૂર્ણ કરવાનાં હોવાથી મહિલાઓને ખર્ચાળ અથવા વિવિધ પ્રવાસ વિકલ્પની પસંદગી કરવી પડે છે. બીજી બાજુ મેટ્રોથી પ્રવાસ નહીં કરનારી 69 ટકા મહિલાઓએ કહ્યું કે મેટ્રોના વપરાશ માટે તેનું ભાડું મોંઘું છે.

ભારે ભીડમાં શોષણ
મહિલાઓએ પ્રવાસ અનુભવ વધુ સારો કરવા સુરક્ષા, વધુ સારી પ્રકાશયોજના, ગિરદી હાથ ધરવી જેવા મુદ્દાઓની ભલામણ કરી છે. પુરુષોએ વધુ સુવિધા, નામફલક અને ગિરદીના વ્યવસ્થાપનને અગ્રતા આપી છે. હાલમાં ચાલતી મહામારીને લીધે પુરુષોને ગિરદીની ચિંતા છે, જ્યારે ભારે ગિરદીમાં શોષણ થવાની વધુ શક્યતા મહિલાઓ જુએ છે.

અન્ય સમાચારો પણ છે...