તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:સિમેન્ટ-સ્ટીલ ઉદ્યોગમાં કૃત્રિમ ભાવ વધારો, બિલ્ડરોનું આંદોલન

મુંબઈ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આખરે ગ્રાહકોને ભોગવવું પડે છે: નિયામક સ્થાપવાની માગણી

સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદકો દ્વારા કાર્ટેલગીરી અને કૃત્રિમ ભાવ વધારાને લીધે ફટકો પડેલા બાંધકામ, બિલ્ડિંગ ઉદ્યોગના હિસ્સાધારકોએ બિલ્ડર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (બીએઆઈ)ના નેજા હેઠળ શુક્રવારે સરકારી સત્તાવાળાઓનું ધ્યાન દોરવા માટે રાષ્ટ્રવ્યાપી ધરણાં અને એક દિવસની હડતાળનું આયોજન કર્યું હતું. મુંબઈ, થાણે, નવી મુંબઈ, કલ્યાણ- ડોંબિવલી, વસઈ- વિરાર સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ની બાંધકામ કંપનીઓ, બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો સહિત બધા હિસ્સાધારકોએ આ હડતાળ અને વિરોધમાં ભાગ લીધો હતો.

તેમણે સિમેન્ટ અને સ્ટીલ ઉદ્યોગ દ્વારા અપનાવવામાં આવતા અને આખરે જેને લીધે આમઆદમીને અસર થાય છે તે તેમના અનૈતિક વ્યવહારો અને દૂષણને રોકવા માટે નિયામક પ્રશાસન તુરંત નિયુક્ત કરવાની માગણી કરી હતી.બીએઆઈની સૂચના અનુસાર તેનાં બધાં કેન્દ્રના પદાધિકારીઓ, મેનેજિંગ કમિટી અને જનરલ કાઉન્સિલના સભ્યોએ ધરણાં અને વિરોધમાં ભાગ લીધો હતો. સંબંધિત સરકારના રાજ્ય પ્રશાસનને પૂર્વ-જાણકારી આપીને સવારે 10થી બપોરે 1 સુધી સાઈટ્સ ખાતે કામ બંધ કરવામાં આવ્યું હતું.

થાણે, નવી મુંબઈ, કલ્યાણ- ડોંબિવલી, વસઈ- વિરાર જેવાં મુંબઈનાં પાડોશનાં શહેરોએ પણ આ આંદોલનમાં ભાગ લઈને જોરદાર પ્રતિસાદ આપ્યો હતો. બીએઆઈના પદાધિકારીઓ મુંબઈ સેન્ટરના ચેરમેન મોહિંદર રિઝવાની, રાષ્ટ્રીય માનદ મહાસચિવ પ્રદીપ નાગવેકર, રાષ્ટ્રીય માનદ ખજાનચી જ્ઞાન માધાની, બીએઆઈ હાઉસિંગ અને રેરા કમિટીના ચેરમેન આનંદ જે ગુપ્તાએ આગેવાની કરી હતી.

એમએમઆરમાં બીએઆઈના અન્ય સભ્યો અને સાઈટ શ્રમિકો પણ વિવિધ સ્થળે હાજર રહ્યા હતા. ક્રેડાઈ રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતી અને તેની સમકક્ષ સ્થાનિક સંસ્થાઓએ વિરોધમાં સંયુક્ત ભાગ લેવા માટે અનુરોધ કર્યો હતો, જેને ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો.

પ્રોજેક્ટોના બાંધકામ પણ અટકી ગયા છે
સિવિલ કન્સ્ટ્રકશન ઉદ્યોગ અન્ય બધા ઉદ્યોગોનો માતૃ ઉદ્યોગ હોવા છતાં સિમેન્ટ અને સ્ટીલમાં કૃત્રિમ ભાવવધારાને લીધે આ ઉદ્યોગને ફટકો પડી રહ્યો છે. સિમેન્ટ અને સ્ટીલના ભાવોમાં કૃત્રિમ વધારા સામે વિરોધ કરવા ભારતભરમાં સિવિલ કન્સ્ટ્રકશન પ્રવૃત્તિઓ રોકવાનો અનુરોધ કરીને બીએઆઈ દ્વારા આ કૃત્રિમ ભાવવધારો રોકવા માટે સિમેન્ટ અને સ્ટીલ નિયામક પ્રશાસન બનાવવાની માગણી કરી હતી. કૃત્રિમ ભાવવધારાને લીધે જાહેર યુટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોના બાંધકામ અટકી ગયા છે. એફોર્ડેબલ હાઉસિંગ એફોર્ડેબલ રહ્યું નથી, એવો સૂત્રોચ્ચાર દેશભરનાં વિવિધ કેન્દ્રોમાં હિસ્સાધારકોએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો