તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગમન:ભાંડુપ પમ્પિંગ પરિસરમાં ફરી સુરખાબનું આગમન

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભાંડુપ પમ્પિગ સ્ટેશન પરિસરમાં દર વર્ષે દેખાતા સુરખાબ છેલ્લા બે મહિનાથી ગાયબ હતા. મોટી ભરતીના સમયે થાણે ખાડી પરિસરમાંથી સુરખાબ પક્ષીઓ ફ્લેમિંગો અભયારણ્યના ભાગ ભાંડુપ પમ્પિંગ સ્ટેશન પરિસરમાં આવે છે અને ઓટ શરૂ થાય એટલે પાછા ચાલ્યા જાય છે. જોકે આ વખતે સુરખાબ પક્ષીઓ આવ્યા ન હોવાથી એની પાછળના કારણો તપાસવામાં આવ્યા હતા. પમ્પિંગ સ્ટેશનની લીલ સુરખાબને દૂર રાખતી હોવાનું સ્થાનિક પર્યાવરણવાદી કાર્યકર્તાઓના ધ્યાનમાં આવ્યું. આ અડચણ દૂર કર્યા પછી સુરખાબ પક્ષીઓ ફરીથી ભરતીના સમયે આવી પહોંચ્યા હતા.

થાણે ખાડીમાં આ વર્ષે પણ મોટા પ્રમાણમાં સુરખાબ પક્ષીઓ આવ્યા છે. જોકે થોડાક જ અંતરે આવેલા ભાંડુપ પમ્પિંગ સ્ટેશન પરિસરમાં એના દર્શન થતા ન હોવાનું પક્ષી નિરીક્ષકોના ખયાલમાં આવ્યું હતું. લગભગ બે મહિના નિરીક્ષણ કર્યા પછી બે દિવસ પહેલાં આ પરિસરના તળાવમાં બોટ દ્વારા જઈને સ્વચ્છતા કરવામાં આવી હતી. અહીંનું ગંદુ પાણી ગેટ ખોલીને છોડવામાં આવ્યું અને એ પછી ગયા અઠવાડિયે ફરીથી સુરખાબ પક્ષીઓનું અહીં આગમન થયું હતું. સ્થાનિક પર્યાવરણ કાર્યકર્તા જણાવે છે કે કેટલાક સ્થાનિક માછીમારો ભરતીનું પાણી તળાવમાં આવે એટલે ગેટ બંધ કરતા હતા.

ખરેખર તો એ પછી ઓટના સમયે ગેટ ખોલવા જોઈએ. ભરતીની સાથે તળાવમાં માછલીઓ આવે છે. આ માછલીઓના ઉત્પાદન માટે ગેટ બંધ કરવામાં આવે છે. ભાંડુપ પમ્પિંગ સ્ટેશન પરિસરમાંથી ટ્રક ભરીને માછલીઓ વેચાણ માટે મોકલવામાં આવે છે. આ પરિસર અભયારણ્યનો ભાગ હોવાથી માછીમારી માટે પરવાનગી નથી. માછલીઓ માટે ગેટ બંધ કરીને રાખવાથી તળાવમાં પાણી ભરાઈ રહે છે અને એના પર લીલ નિર્માણ થાય છે. આ પાણીમાંથી દુર્ગંધ પણ આવે છે. તેથી સુરખાબ અહીં આવતા નહોતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો