તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એર ઈન્ડિયાની ત્રણ વિશેષ ફ્લાઈટ્સમાં 813 ભારતીય નાગરિકોને લંડન, સિંગાપોર, મનિલા, ફિલિપિન્સથી રવિવારે મુંબઈમાં લાવવામાં આવ્યા હતા. થર્મલ સ્ક્રીનિંગ પછી આ બધાને એરપોર્ટથી શહેરમાં મહાપાલિકા દ્વારા 88 હોટેલોમાં 3343 રૂમોમાં તેમને 14 દિવસ માટે ક્વોરન્ટાઈનમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.આગામી સપ્તાહમાં યુકે, યુએસ, સિંગાપોર, મલેશિયા, બંગલાદેશ, ફિલિપિન્સમાં ફસાયેલા 2350 ભારતીય નાગરિકોને તબક્કાવાર લાવવામાં આવશે, જ્યારે મુંબઈમાં અટવાયા છે તેમને માટે છ ફ્લાઈટો જે તે દેશમાં જશે. ફ્લાઈટ, એરપોર્ટ, ઈમિગ્રેશનથી લઈને આ પ્રવાસીઓને હોટેલમાં પહોંચાડવા સુધી સર્વ જરૂરી સુરક્ષાનાં પગલાં લેવામાં આવ્યાં હતાં.મહાપાલિકા દ્વારા નિયમિત રીતે તેમની પર ધ્યાન રાખવામાં આવશે. 14 દિવસ પછી રિપોર્ટસ નેગેટિવ આવે અને સંબંધિત રાજ્ય તેમને સ્વીકારવા માટે તૈયાર હોય તો તેમને ઘરે જવા દેવાશે, જે પછી આગામી 14 દિવસ તેમણે ઘરે જ રહેવું પડશે. પોઝિટિવ આવે તો મહાપાલિકાના એકમ અથવા હોસ્પિટલમાં દાખલ કરાશે, એમ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.