ધરપકડ:સાતારાના ખેડૂત સાથે લાખ્ખો રૂપિયાની ઠગાઈ કરનારની અમદાવાદથી ધરપકડ

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતને 5 કરોડની લોન આપવાને નામે છેતર્યો

સાતારાના એક ખેડૂતને રૂ. 5 કરોડની લોન આપવાને નામે રૂ. 26.50 લાખની છેતરપિંડી કરવા સંબંધે ડીબી માર્ગ પોલીસે અમદાવાદના વસ્ત્રાપુર, ઘોડકદેવ, જ્યુપિટર ટાવર ખાતે રહેતા અનુપ રામચંદ દેવનાની (49)ની ધરપકડ કરી છે. અગાઉ આ કેસમાં પોલીસે સાતારા જ રહેવાસી શ્રીકાંત અશોક ભોસલેની ધરપકડ કરી છે, જ્યારે મુંબઈમાં ડી બી માર્ગ ખાતે નવજીવન સોસાયટીમાં રહેતા કેતન શાહ (51)ની શોધ આદરવામાં આવી છે.

આ કેસના ફરિયાદી સાતારાના વાઈ ખાતેના ખેડૂત પ્રશાત ભોસલે (48) છે. તેના ભુઈજ ગામમાં રોડ પાસે છ એકર જમીન વેચવા માટે કાઢવામાં આવી હતી, જે તે ખરીદી કરવા માગતો હતો અને તે માટે રૂ. 5 કરોડની લોનની આ આવશ્યકતા હતા. ખેડૂતો ઘણી બધી બેન્કનો સંપર્ક કર્યો, પરંતુ લોન મળતી નહોતી. આખરે એખ બેન્કમાં ગયો ત્યાં લોન અપાવવાનું કામ કરતા એજન્ટ શ્રીકાંત ભોસલે સાથે ઓળખ થઈ હતી.શ્રીકાંતે રૂ. 5 કરોડની લોન અપાવીશ એમ કહીને પોતાની સાતારામાં સિદ્ધનાથ ફાઈનાન્સ સોલ્યુશન્સ ઓફિસમાં આવવા માટે કહ્યું હતું. ખેડૂત ત્યાં પહોંચતાં ઓપેરા હાઉસ ખાતે રહેતા કેતન શાહ કામ કરી આપશે એમ કહ્યું હતું. લોન માટે અમુક દસ્તાવેજો, લોગઈન માટે રૂ. 1.50 લાખ, પ્રોસેસિંગ ફી તરીકે રૂ. 45 લાખ ખાતામાં જમા કરવા પડશે એમ કહ્યું હતું.

જો રોકડ હોય તો ફક્ત રૂ. 25 લાખ ભરવા પડશે એમ કહ્યું હતું.ખેડૂતે પોતાના ઘરના દાગીના ગિરવે મૂક્યા હતા. ઉપરાંત મિત્રો પાસેથી મળીને રૂ. 25 લાખની રોકડ ભેગી કરી હતી. આમાંથી રૂ. 1 લાખ આરોપીઓના કહ્યા મુજબ દેવનાનીના ખાતામાં જમા કરાયા હતા. આ પછી શ્રીકાંત અને ખેડૂત મુંબઈમાં કેતન પાસે આવ્યા હતા, જ્યાં કેતને ખેડૂત પાસેથી અનેક દસ્તાવેજો લીધા હતા. ઉપરાંત ઘણી બધી જમીનો ગિરવે મુકાવી હતી. આ પછી રૂ. 25 લાખની રોકડ લીધી હતી અને લોન એક અઠવાડિયામાં ખાતામાં જમા થશે એમ કહ્યું હતું.જોકે અનેક દિવસો વીતવા છતાં લોન જમા નહીં થતાં અને આરોપીઓ દરેક વખતે અલગ અલગ બહાનાં કાઢતા હોવાથી ખેડૂતો લોન લેવી નથી એમ કહીને તેમને ચૂકવેલા પૈસા પાછા માગ્યા હતા. જોકે તે પછી આરોપીઓએ બહાનાંબાજી શરૂ કરતાં ખેડૂતે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...