ધરપકડ:શાહરૂખ ખાનના બંગલાને ઉડાવી દેવાની ધમકી આપનારની ધરપકડ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ત્રાસવાદી હુમલા અને બોમ્બ વિસ્ફોટની પણ ધમકી

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન બાન્દરામાં મન્નત બંગલામાં રહે છે. એની એક ઝલક માટે હજારો પ્રશંસકો બંગલાની બહાર ગિરદી કરે છે. તાજેતરમાં શાહરૂખના મન્નત બંગલાને ઉડાવી દેશું એવી ધમકી મહારાષ્ટ્ર પોલીસ નિયંત્રણ કક્ષને આપવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં વિવિધ ઠેકાણે ત્રાસવાદી હુમલા અને બોમ્બ વિસ્ફોટ કરશું એવી ધમકી પણ આપવામાં આવી હતી.

આખરે આ ધમકી આપનારની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી જિતેશ ઠાકુરની મધ્યપ્રદેશના જબલપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર 6 જાન્યુઆરી 2022ના મહારાષ્ટ્ર પોલીસ નિયંત્રણ કક્ષમાં એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો. પોલીસે આ ફોન ટ્રેસ કર્યો હતો ત્યારે આ કોલ જબલપુરથી કરવામાં આવ્યાની જાણ થઈ હતી.

આ પ્રકરણે જબલપુરના સીએસપી આલોક શર્માએ જણાવ્યું કે અમને મહારાષ્ટ્ર પોલીસનો ફોન આવ્યો હતો કે જબલપુરથી મુંબઈમાં ત્રાસવાદી હુમલાનો ફોન આવ્યો છે. આ વ્યક્તિની ધરપકડ કરવા માટે અમને તમારી મદદની જરૂર છે. અમે મુંબઈ પોલીસની મદદ કરી અને 8 જાન્યુઆરીના આરોપીની ધરપકડ કરી હતી. એના પર આઈપીસીની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જબલપુરના અતિરિક્ત પોલીસ અધિક્ષક ગોપાલ ખંડેલના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર પોલીસે એક મોબાઈલ નંબર શેર કર્યો હતો જેના આધારે જિતેશ ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને દારૂની લત છે અને આ પહેલાં પણ એણે ખોટા કોલ કરીને પોલીસની એસઓએસ સેવા ડાયલ 100ના કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...