કાર્યવાહી:એસટી પર પથ્થરમારા કેસમાં રાજ ઠાકરે સામે ધરપકડ વોરન્ટ

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર તારીખો પર હાજર ન રહેતાં કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ જ ઠાકરે વિરુદ્ધ બીડમાં પરલી કોર્ટે ધરપકડ વોરન્ટ જારી કર્યા છે. 2008 વર્ષમાં રાજ ઠાકરેના સમર્થનમાં પરળીમાં મનસેના કાર્યકરોએ એસટી મહામંડળની બસો પર પથ્થરમારો કર્યો હતો. આ સંબંધે ગુનો દાખલ કરીને આ પ્રકરણ કોર્ટમાં ગયું હતું. આ પછી રાજ ઠાકરેને અનેક વાર કોર્ટમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે રાજ ઠાકરેએ એકેય સુનાવણીમાં હાજરી આપી નહોતી. જામીન આપીને પણ લાગલગાટ તારીખોમાં ગેરહાજર રહેવાથી અજામીનપાત્ર વોરન્ટ જારી કરવામાં આવ્યા છે. આથી હવે રાજ ઠાકરે શું ભૂમિકા લે છે તે જોવાનું રહેશે.

દરમિયાન રાજ ઠાકરેના મુંબઈના શિવતીર્થ નિવાસસ્થાને કોરોનાએ પ્રવેશ કર્યો છે. શિવતીર્થ પર ચાર કર્મચારીઓને કોરોના લાગુ થયો છે. આથી રાજ ઠાકરેએ પોતાનો આગામી 10 દિવસનો કાર્યક્રમ અને બેઠકો રદ કરવાનો નિર્ણય લીધો હતો. આથી હવે રાજ ઠાકરે કોર્ટ પાસેથી સુનાવણીમાં હાજર રહેવા માટે સમય માગી લેશે કે કેમ અથવા કોઈ કાયદેસર માર્ગ અપનાવશે તે તરફ હવે બધાનું ધ્યાન ખેંચાયું છે.

ગયા મહિનામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ઔરંગાબાદની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં સુહાસ દાશરથે પાસેથી જિલ્લાધ્યક્ષપદ કાઢી લેતાં આ મુલાકાત ચર્ચાસ્પદ રહી હતી. જોકે પોતાનું પદ લઈ લેવા છતાં હું રાજ ઠાકરેનો સાચો સૈનિક છું, આગળ પણ કાર્યકર્તા તરીકે મનસેનું કામ કરતો રહીશ એમ દાશરથેએ જણાવ્યું હતું. જોકે બુધવારે મનસે ઔરંગાબાદમાં કરેલા આંદોલનથી દાશરથેએ પોતાને દૂર રાખવાનું પસંદ કર્યું હતું. આથી ઔરંગાબાદ મનસેમાં જૂથબાજી ચાલી રહી હોવાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...