તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ધારાવી ખાતે જમવામાં ઝેર આપનાર પત્નીની ધરપકડ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પત્નીએ જ ઝેરની વાત કરતાં પતિ હોસ્પિટલ ગયો

ધારાવીમાં ગૃહકંકાસનો અંત લાવવા માટે પતિને ખાવામાં ઝેર આપવા સંબંધે પોલીસે પત્નીની ધરપકડ કરી છે. ખાવાનું ખાધા પછી પત્નીએ જ ઝેર આપ્યું છે એમ કહેતાં પતિ પોતે જ હોસ્પિટલમાં દોડી ગયો હતો, જેને લીધે બચી ગયા પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ધારાવીના શહીદ ભગતસિંહ નગરમાં આ ઘટના બની હતી. ભોલેનાથ ગિરિ (62)ને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવા માટે તેની પત્ની રીટાદેવી (55)ની ધરપકડ કરવામાં આવી છે. ભોલેનાથ ટેક્સી ચલાવે છે. દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થવાને લીધે છેલ્લાં આઠ વર્ષથી પત્ની બે પુત્રી અને એક પુત્ર સાથે ઘરના ઉપરના માળે રહે છે, જ્યારે પતિ નીચે રહે છે.

નવેમ્બર 2019માં એક કેસમાં ભોલેનાથની ધરપકડ થઈ હતી. ગયા મહિને 27 જૂને તે છૂટી ગયો હતો, જે પછી સાયનમાં સંબંધીના ઘરે રહેતો હતો. 30 જૂને ગિરિ પોતાના ઘરે આવ્યો. પત્નીએ પૂછપરછ કર્યા પછી તેને બપોરે ખાવાનું આપ્યું હતું. ખાવાનું ખાધા પછી ઘર વેચી નાખવાને મુદ્દે બંને વચ્ચે ઝઘડા થયા હતા.

તે સમયે પત્નીએ તેને ખાવામાં વાંદા મારવાની દવા આપી હોવાનું જણાવ્યું હતું.ભોલેનાથને અસ્વસ્થતા મહેસૂસ થતાં જ પત્ની સાચું કહી રહી છે એવું ભાન થયું હતું. આથી તે જાતે જ નજીકની સાયન હોસ્પિટલમાં પહોંચી ગયો હતો, જ્યાં સમયસર સારવાર થતાં તે બચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...