કાર્યવાહી:ચાની ભૂકીમાં સુગંધી રસાયણ મિક્સ કરનારા બે ની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાશીની બજારમાંથી હોલસેલમાં માલ ખરીદી ભેળસેળ કરતા હતા

ચાની ભૂકીમાં સુગંધી રસાયણ મિક્સ કરીને નાગરિકોને વેચીને તેમના આરોગ્ય સાથે ચેડાં કરનારા શિવરીના બે ભાઈની પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી 430 કિલો ચાની ભૂકી હસ્તગત કરી છે. આરોપીને રાહુલ અબુજહર શેખ (26) અને રાજુ અબુજહર શેખ (29) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. બંનેએ આ રીતે ભેળસેળિયા ચાની ભૂકીઓ અનેકને વેચી હોવાની શંકા છે. આથી તેમની સાથે કોણ સંડોવાયેલું છે અને તેમણે આવી ભેળસેળયુક્ત ચાની ભૂકી કોને કોને વેચી છે તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

શિવરીની રામગડ ઝૂંપડપટ્ટીમાં આરોપીઓ ચાની ભૂકીમાં ભેળસેળ કરતા હતા. આ અંગે વિશ્વસનીય માહિતી મળતાં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના અધિકારીઓની મદદથી રવિવારે આરોપીઓના ગોદામ પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા.અહીંથી ચાની ભૂકી ભરેલી 17 ગૂણી મળી આવી હતી, જેમાં 430 કિલો ચાની ભૂકી હતી. આરોપીઓને પૂછપરછમાં તેમણે જણાવ્યું કે નવી મુંબઈમાં વાશીની બજારમાંથી હોલસેલમાં તેઓ ચાની ભૂકી ખરીદી કરતા હતા. ત્યાર બાદ સુગંધી રસાયણ ભેળસેળ કરીને ચાની ભૂકીને સૂકવવામાં આવતી હતી. આ પછી એક કંપનીને નામે તે બજારમાં વેચવામાં આવતી હતી. આવી ચાની ભૂકીઓનો તેમને સારો ભાવ મળતો હતો એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...