તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:~ 2351.18 કરોડના GST કૌભાંડમાં ત્રણની ધરપકડ

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોગસ ઈન્વોઈસીસ પર ઈનપુટ ટેક્સ ક્રેડિટના કૌભાંડનો GST ઈન્ટેલિજન્સ દ્વારા પર્દાફાશ

બોગસ ઈન્વોઈસીસ પર ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી)નો ગેરકાનૂની રીતે લાભ લઈને સરકારની મહેસૂલી આવક ડુબાડીને રૂ. 2351.18 કરોડનું કૌભાંડ કરનારા ત્રણ વેપારીઓની ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સના મુંબઈ ઝોનલ યુનિટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

જીએસટીએ ત્રણ અલગ અલગ કેસ પકડી પાડ્યા છે. આમાં રૂ. 971.19 કરોડના કૌભાંડ સંબંધમાં મેસર્સ એરમાન મેટલ્સ, મેસર્સ પાયોનિયર ટ્રેડિંગ, મેસર્સ માર્શલ મલ્ટીવેન્ચર્સ, મેસર્સ ઐક્ય ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ, મેસર્સ સન્મુખ ફેબ ઈન્ડસ્ટ્રીઝ, મેસર્સ ફ્લાયહાઈ ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ જેવી વિવિધ કંપનીઓના ડાયરેક્ટર અને ભાગીદાર સચિન ભોરૂકાની ધરપકડ કરવામાં આવી છે. આ જ રીતે મેસર્સ બ્લુ સી કોમોડિટીઝ (હવે મેસર્સ કર્ઝન ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ), મેસર્સ બ્લુ સી કોમોડિટીઝના અધિકૃત સહીકર્તા અને મેસર્સ થીમ લાઈટ્સના ડાયરેક્ટર મહેશ કિંજરની રૂ. 1159.99 કરોડનું કૌભાંડ કરવા સંબંધે ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રૂ. 220 કરોડનું કૌભાંડ કરવા સંબંધે મેસર્સ ઉદ્યોગ કિરણ લિ.ના ડાયરેક્ટર દીપક કુમાર પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓ બોગસ ઈન્વોઈસીસ જારી કરતા હતા અને વાસ્તવમાં કોઈ માલો કે સેવાઓનો પુરવઠો કે પ્રાપ્તિ વિના બોગસ આઈટીસી પ્રાપ્ત કરતા હતા. પ્રજાપતિના કિસ્સામાં જો ઉચ્ચ બેન્ક લોન અને ધિરાણ સુવિધાઓ લેવા માટે તેમનું ટર્નઓવર કૃત્રિમ રીતે વધારવા માટે સર્ક્યુલર ટ્રેડિંગ કરતી લગભગ 22 કંપનીઓ કાગળ પર ઊભી કરવામાં આવી હતી, જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નહોતી, એમ યુનિટના એડિશનલ ડીજી સીમા જેરે બિશ્તે જણાવ્યું હતું. લોકડાઉનમાં પણ છેલ્લા થોડા દિવસમાં રાજ્યભરનાં યુનિટોએ અબજોનું કૌભાંડ પકડી પાડ્યું છે અને હજુ કાર્યવાહી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...