તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંચની માગણી:આઈસીયુ બેડ ફાળવવા 1 લાખ લેનારા ત્રણ ડોક્ટરની ધરપકડ

મુંબઈ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંસ્થામાં તમામ સારવાર નિઃશુલ્ક હોવા છતાં દર્દીના સંબંધી પાસે લાંચની માગણી કરી

મહારાષ્ટ્રના પિમ્પરીમાં કોરોનાના દર્દી માટે આઈસીયુ બેડ પૂરા પાડવાને નામે સંબંધી પાસે પૈસા વસૂલનારા ત્રણ ડોકટરની પોલીસે ધરપકડ કરી છે. ઓટો ક્લસ્ટર સ્થિત જંબો કોવિડ સેન્ટરમાં ત્રણેયે બેડ આપવા માટે એક લાખ રૂપિયાની લાંચ લીધી હતી. આરોપીમાં કોવિડ કેર સેન્ટર ચલાવતા સ્પર્શ પ્રાઈવેટ લિમિટેડના ડો. પ્રવીણ જાધવ, વાલ્કેરવાડીની પદ્મજા હોસ્પિટલના ડો.શશાંક રેલે અને ડો.સચિન કસબેનો સમાવેશ થાય છે. પિમ્પરી-ચિંચવડ મહાપાલિકાના એડિશનલ કમિશનર (ઉ) ઉલ્હાસ જગતાપે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ચિંચવડના ઓટો ક્લસ્ટરમાં મહાપાલિકા દ્વારા જમ્બો કોવિડ હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે, જે ફોર્ચ્યુન સ્પર્શ હેલ્થ કેર નામની ખાનગી સંસ્થાને સોંપવામાં આવી છે. અહીં દર્દીઓની તમામ સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે અને સંસ્થાને મહાપાલિકા દ્વારા નાણાંની ચુકવણી કરવામાં આવે છે. આમ છતાં દર્દીના સંબંધીઓ પાસેથી આઈસીયુ બેડ આપવા માટે એક લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા.

મહાપાલિકાની સ્કૂલના મુખ્ય શિક્ષકને કોરોના લાગ્યો હોવાનું જાણવા મળતાં વાલ્કેરવાડીની પદ્મજા નામની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તબિયત બગડતી હોવાને કારણે તેમને આઈસીયુ બેડની આવશ્યકતા હોવાનું જણાવાયું હતું. ત્યાંના ડોકટરોએ તેમના પરિવારના સભ્યો પાસેથી એક લાખ રૂપિયા લીધા અને ઓટો ક્લસ્ટરના જમ્બો કોવિડ સેન્ટરમાં આઈસીયુ બેડ ઉપલબ્ધ કરાવાયો હતો. જોકે સારવાર દરમિયાન મુખ્ય શિક્ષિકાનું મોત નીપજ્યું હતું.

મેયરનો ફરિયાદ નોંધાવવા આદેશ
ચીખલીના સ્થાનિક કોર્પોરેટર કુંદન ગાયકવાડને આ મામલો જાણમાં આવ્યો હતો. તેઓ સાથી ભાજપના કોર્પોરેટર વિકાસ ડોલસ સાથે, પહેલા ઓટો ક્લસ્ટર અને બાદમાં પદ્મજા હોસ્પિટલમાં જવાબ મેળવવા માટે ગયા હતા. પદ્મજાના ડોકટરે એક લાખ રૂપિયા સ્વીકારવાની કબૂલાત આપી હતી.

આ પછી મેયર ઉષા ધોરેના ધ્યાનમાં આ બાબત લાવવામાં આવી હતી અને તેમના આદેશ બાદ ત્રણેય સામે ફરિયાદ કરાઈ હતી. આ પછી મહાપાલિકા કમિશનરે પોલીસ કમિશનરને પત્ર મોકલીને તપાસ કરાવી હતી પોલીસે સોમવારે મોડી રાત્રે ત્રણ તબીબોની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો