તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રગ્સનો ગોરખધંધો:ડ્રગ્સયુક્ત કેક પાર્ટીઓમાં સપ્લાય કરતા સાઈકોલોજિસ્ટની ધરપકડ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) મુંબઈ દ્વારા એક અત્યંત મોટી કાર્યવાહીમાં ડ્રગયુક્ત કેક બનાવીને હાઈ પ્રોફાઈલ ગ્રાહકોને વેચતા રહમીન ચરણિયા નામના કન્સલ્ટિંગ સાઈકોલોજિસ્ટની 10 કિલો ડ્રગયુક્ત કેસ સાથે ધરપકડ કરી છે. ચરણિયા દક્ષિણ મુંબઈની એક જાણીતી હોસ્પિટલમાં કન્સલ્ટિંગ સાઈકોજિસ્ટ તરીકે સેવા આપતો હતો, જ્યારે વ્યવસાયની આડમાં વિવિધ પ્રકારના ડ્રગયુક્ત કેક મઝગામ ખાતે પોતાના ઘરમાં બનાવતો હતો.

ચરણિયાએ ડ્રગ મિશ્રિત કેક બનાવવા માટે ઘરમાં જ ફેક્ટરી ખોલી રાખી હતી. તે ત્રણ અલગ અલગ પ્રકારની ડ્રગ મિશ્રિત કેક બનાવતો હતો. આ કેક તે સોશિયલ મિડિયા પોતાના અત્યંત નજીકના વર્તુળમાં વેચતો હતો. તે ઈન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ટ્વિટર, ટેન્ડર, એફબી દ્વારા સીધો મેસેજ ગ્રાહકોને આપતો હતો, એમ એનસીબી મુંબઈના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું.ચરણિયાના મઝગાવના ઘરમાંથી 10 કિલો ચરસ, 320 ગ્રામ અફીણ, 1 કિલો ગાંજો અને બીજા ઘણાં બધાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કર્યાં છે. ઉપરાંત. 31.07 લાખની રોકડ રકમ મળી આવી છે. તે અમુક મોટી હોસ્પિટલોના કર્મચારીઓને પણ ડ્રગ મિશ્રિક કેક આપતો હતો. તેને ડ્રગ આપતા રમઝાન શેખની ક્રાફર્ડ માર્કેટથી ધરપકડ કરવામાં આવી છે. ચરણિયા સોશિયલ મિડિયા પર ગ્રાહકની પસંદગી કરતો હતો. ઇન્સ્ટાગ્રામના ડીએમ (ડાયરેકટ મેસેજ) દ્વારા ઓનલાઇન રકમ પેમેન્ટ લેતો હતો. ત્યાર બાદ વિવિધ ડ્રગ્સ મિશ્રિત કેક તૈયાર કરીને આપતો હતો.

ડ્રગ મિશ્રિત વિવિધ પ્રકારની કેક
ચરણિયા ઓટીટી પ્લેટફોર્મ અને ઘણા બધા વિડિયો અને સંબંધિત વેબ સિરીઝ જોઈને આવી ડ્રગ મિશ્રિત કેક બનાવવાનું શીખ્યો હતો અને ફક્ત મોટી પાર્ટીઓને સપ્લાય કરતો હતો. તે ત્રણ કેક બનાવતો હતો, જેમાં હશિશ, ગાંજો અને ચરસનું મિશ્રણ કરીને રેમ્બો કેક બનાવતો હતો. બીજી કેક હશિશ મિશ્રણ કરીને બનાવતો. ત્રીજી વીડ અથવા ગાંજો નાખીને કેક બનાવતો હતો. દક્ષિણ મુંબઇમાં રેઈનબો કેકની વધુ માગણી છે, જ્યારે હેશ બ્રાઉનીની મોટી રેવ પાર્ટીઓમાં વધુ માગણી છે. પોટ બ્રાઉની જુહુ, લોખંડવાલા, મલાડ, અંધેરી, કાંદિવલી, બોરીવલી, બાંદરા જેવા વિસ્તારોમાં વધુ પસંદ કરવામાં આવે છે, એમ તેમણે જણાવ્યું હતું.

ડ્રગ યુક્ત કેકની માગણી કેમ છે
વાનખેડેએ જણાવ્યું હતું કે ધૂમ્રપાન થકી અથવા બાષ્પ થકી ડ્રગ લેવાથી નશાની અસર ઝડપથી ઓછી થઈ જાય છે, જ્યારે બ્રાઉની કેક જેવા ખાદ્ય થકી ડ્રગ લેવાથી પેટમાં ગયા પછી તે મગજમાં પહોંચે છે, જેને લઈ કમસેકમ 6 કલાક સુધી નશો રહે છે. આથી બંધાણીઓમાં ખાદ્યમાં ડ્રગ લેવાનું ચલણ વધુ છે.

અન્ય સમાચારો પણ છે...