તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:20,000 લોકો સાથે ઠગાઈના કેસમાં ફાર્માના પ્રમુખની ધરપકડ

મુંબઈ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • અનુજ સકસેના સામે ઈઓડબ્લ્યુની કાર્યવાહી

20,000 રોકાણકારો સાથે રૂ. 141 કરોડથી વધુની છેતરપિંડી કરવા સંબંધે ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ) દ્વારા ટીવી અભિનેતા અને એલ્ડર ફાર્માસ્યુટિકલ્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) અનુજ સકસેનાની ધરપકડ કરી છે. કોર્ટે તેને કસ્ટડી આપી છે.ઈઓડબ્લ્યુ દ્વારા આ સાથે કંપનીનાં અનેક બેન્ક ખાતાંઓને ફ્રીઝ કર્યાં છે, જેમાં આશરે રૂ. 250 કરોડ છે. એફઆઈઆરમાં છેતરપિંડી રૂ. 8.5 કરોડની બતાવવામાં આવી છે. જોકે બેન્કના રેકોર્ડ અનુસાર રોકાણકારોએ આશરે રૂ. 141 કરોડ જમા કરાવ્યા હતા.આરોપી સામે છેતરપિંડી અને ફોજદારી કાવતરા માટે ભારતીય ફોજદારી સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

ઉપરાંત કઠોર મહારાષ્ટ્ર પ્રોટેકશન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ 1999ની કલમો પણ લાગુ કરવામાં આવી છે.આ પ્રકરણમાં ફરિયાદ અનુસાર આરોપીની કંપનીએ વ્યાજ આધારિત ડિપોઝિટ યોજનાઓ રજૂ કરી હતી. આકર્ષક વ્યાજની લાલચે મોટી સંખ્યામાં રોકાણકારોએ ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓમાં રોકાણ કર્યું હતું. 2012માં રોકાણ કરનારા ઘણા બધા રોકાણકારોની પારતી મુદત 2015માં હતી.

જપ્ત મિલકતો લિલામ કરાશે
હમણાં સુધી કુલ રૂ. 400 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી છે. આ જપ્ત કરેલી મિલકતોના લિલામી થકી આવનારાં નાણાં પછી રોકાણકારોને પાછા આપવામાં આવશે. તપાસ અધિકારી રાજેશ કેલવેએ જણાવ્યું હતું કે આરોપીની સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવશે 3 મે સુધી કસ્ટડી આપવામાં આવી હતી. આથી હવે સોમવારે આરોપીને કસ્ટડી વધારવા માટે ફરીથી કોર્ટમાં હાજર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો