અટકાયત:13 કરોડ GST છેતરપિંડી સંબંધે કલંબોલીના વેપારીની ધરપકડ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂપિયા 70 કરોડનાં બોગસ ઈન્વોઈસીસ બનાવીને છેતરપિંડી કરી

સીજીએસટી મુંબઈ ઝોનના રાયગઢ સીજીએસટી કમિશનરેટ દ્વારા નકલી જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસીના)ના રેકેટનો પર્દાફાશ કર્યો છે. રૂ. 70 કરોડનાં નકલી ઇનવોઇસીસ બનાવીને આરોપીએ રૂ. 13 કરોડની આઈટીસીનો ખોટી રીતે લાભ લીધો હતો. આ સંબંધે કલંબોલી સ્થિત કંપની મેસર્સ ઝાઈદ એન્ટરપ્રાઈઝીસના માલિકની ધરપકડ કરી છે.

CGST મુંબઈ ઝોનના સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ)ની સૂચનાના આધારે, સીજીએસટી કમિશનરેટ રાયગઢની એન્ટી- ઇવેઝન વિંગની એક ટીમે તપાસ શરૂ કરી હતી, જેમાં બહાર આવ્યું હતું કે મેસર્સ ઝાઈદ એન્ટરપ્રાઇઝે જારી કરેલાં બોગસ ઇનવોઈસીસના આધારે છેતરપિંડીથી આઈટીસીનો લાભ લીધો હતો. 10થી વધુ બિન-અસ્તિત્વમાં રહેલી કંપનીઓ દ્વારા આ નકલી આઈટીસી અન્ય કંપનીઓને પસાર કરી હતી.

પેઢીનો માલિક જીએસટી પોર્ટલમાં જાહેર કરાયેલા વ્યવસાયના મુખ્ય સ્થાનેથી કામ કરતો નહોતો, પરંતુ તેના બદલે તે સતત હરતોફરતો રહેતો હતો. તેને 15 કિમીનો પીછો કર્યા બાદ નવી મુંબઈના પેટ્રોલ સ્ટેશન નજીકથી તેને પકડી લેવામાં આવ્યો હતો.આરોપીની સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસ એક્ટ, 2017ની કલમ 69 હેઠળ આ અધિનિયમની કલમ 132 હેઠળ ગુનો કરવા માટે ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક મેજિસ્ટ્રેટ, પનવેલ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.

ઉપરાંત ભૂતકાળના ટ્રેન્ડ એનાલિસિસ અને ડેટા એનાલિટિક્સ ટૂલ્સના આધારે, અધિકારીઓ આવી ફૂલતીફાલતી અને તલોજા, મુંબઈમાં નાના વિસ્તારમાંથી સંચાલન કરતી નકલી સંસ્થાઓ પર નજર રાખી રહ્યા હતા. તેઓ બનાવટી/ચોરેલી ઓળખના આધારે અથવા નકલી આઈટીસી જનરેટ કરવા, મેળવવા, ઉપયોગ કરવા અને પસાર કરવાના એકમાત્ર હેતુ માટે જીએસટી રજિસ્ટ્રેશન લેતા હતા. આવા છેતરપિંડી કરનારાઓ અને કરચોરી કરનારાઓ વિરુદ્ધ સીજીએસટી, મુંબઈ ઝોન દ્વારા શરૂ કરવામાં આવેલી ખાસ એન્ટી-ઇવેઝન ઝુંબેશનો એક ભાગ છે.

સીજીએસટી રાયગઢ કમિશનરેટે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 700ની કરચોરી શોધી કાઢી છે. રૂ. 405 કરોડની વસૂલી કરી છે અને 9 જણની ધરપકડ કરી છે. સીજીએસટી વિભાગ કરચોરી કરનારાઓને ઓળખવા માટે ડેટા એનાલિટિક્સ અને નેટવર્ક એનાલિસિસ ટૂલ્સનો ઉપયોગ કરીને વ્યાપક ડેટા માઇનિંગ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...