તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પ્રીમિયમ કન્ટેન્ટ ગેરકાયદે પ્રસારિત કરનારની ધરપકડ

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

દુનિયાભરમાં ભારતીય પ્રીમિયમ કન્ટેન્ટ અનધિકૃત રીતે પ્રસારિત કરવામાં આવે છે એવી ફરિયાદની આધારે સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા ઠેકઠેકાણે દરોડા પાડીને અનેકની ધરપકડ કરવામાં આવી હતી.સાઈબર ક્રાઈમ પોલીસે રિસ્લે ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ યુનિટ અને સેલ્સ ઓફિસ, ફરીદાબાદ ખાતે દરોડા પાડ્યા હતા. આ યુનિટમાં અનધિકૃત રીતે સેટ ટોપ બોક્સના વેચાણ સંબંધી ઈમેઈલ સંવાદ ધરાવતી સિસ્ટમ મળી આવી હતી, જ્યારે ભોંયતળિયામાં 20થી વધુ બેઠકની ઓફિસ મળી આવી હતી.

ઉપરોક્ત અવૈધ આઈપીટીવી સેટ ટોપ બોક્સનું વેચાણ, સપોર્ટ અને એનઓસી માટે ઉપયોગ કરવામાં આવતું હોવાનું ઓફિસમાં જણાયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.બે ઠેકાણેથી 10થી વધુ સિસ્ટમ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. આ પ્રકરણમાં છ આરોપીની ધરપકડ કરાઈ હતી, જેમની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. ફેસમાસ્ક, પીપીઈ કિટ તૈયાર કરનારી કથિત કંપની વિવિધ દેશવિદેશના પ્રસારણકર્તાઓના સિગ્નલ ચોરી, બોક્સ વેચાણ, ટેક સપોર્ટ, બોક્સ એક્ટિવેશન વગેરે બેકએન્ડ કામો કરતી હોવાનું જણાયું હતું, જેને લીધે આખા ઉદ્યોગને કરોડોનો ફટકો પડતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો