તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાળકોને ફિલ્મમાં કામ અપાવવાને નામે છેતરપિંડી કરનારા અભિનેતાની ધરપકડ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 32.58 લાખ, 8 આઈફોન સહિત 9 મોબાઈલ, 10 સિમકાર્ડ, 11 ચેકબુક, છ પાસપોર્ટ, નકલી કરાર વગેરે જપ્ત
  • અપૂર્વ દાવડાએ ફિલ્મ બનાવવા પૈસા ભેગા કરવા અનેક ધનાઢ્યોને છેતર્યા
  • HR કોલેજ અને અમેરિકાની બિઝનેસ સ્કૂલમાં ભણ્યો છે, અભિનય પણ શીખ્યો
  • ટ્રાન્સ નામે ફિલ્મ બનાવતો હતો, જેના ટ્રેલર પાછળ રૂ. 25 લાખ ખર્ચ્યા છે
  • 2017થી 80થી વધુ ધનાઢ્યો સાથે રૂ. 2 કરોડની છેતરપિંડી કરી

ફિલ્મ બનાવવા માટે પૈસા ભેગા કરવા બાળકોને બોલીવૂડની ફિલ્મમાં કામ અપનાવવાને નામે લાખ્ખોની છેતરપિંડી કરનારા અભિનેતા અને મોડેલ અપૂર્વ અશ્વિન દાવડા (47)ની બીકેસી સાઈબર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દાવડાએ 80થી વધુ ધનાઢ્યો સાથે રૂ. 2 કરોડથી વધુની છેતરપિંડી કરી છે.

બોરીવલી પૂર્વમાં રહેતા અને વિમાન માટેના સ્પેરપાર્ટસ વેચતા મહેશ વેદપ્રકાશ ગુપ્તા (47)ની ફરિયાદ પરથી પોલીસે દાવડાની ધરપકડ કરી છે. દાવડા મૂળ અમદાવાદમાં ટાઈટેનિયમ સિટી સેન્ટર, સચિન ટાવર નજીક, 100 ફીટ રોડ, સેટેલાઈટ, આનંદનગરનો રહેવાસી છે. તેની પાસેથી રૂ. 32.58 લાખ, 8 આઈફોન સહિત 9 મોબાઈલ, 10 સિમકાર્ડ, 11 ચેકબુક, છ પાસપોર્ટ, દુબઈની કંપનીનું લાઈસન્સ, 7 ડેબિટ, ક્રેડિટકાર્ડ, નકલી મોડેલિંગ કંપની દ્વારા કરેલા કરાર જપ્ત કરવામાં આવ્યાં છે.

આરોપીએ બચ્ચો કી દુનિયા ફિલ્મ માટે 2થી 14 વર્ષના બાળકોને રોલ ઓફર કરતી જાહેરાત આપી હતી. ગુપ્તાએ આરોપીનો સંપર્ક કરતાં તેની દીકરીને મુખ્ય ભૂમિકા ઓફર કરવાને નામે રૂ. 32,69,440 લાખ પોતાના બેન્કમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે ઠગાઈ થયાનું જણાતાં જ ફરિયાદ કરી હતી, જેને લઈ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, એમ તપાસ અધિકારી પીઆઈ મંગેશ મજગરે જણાવ્યું હતું.આરોપી ઉચ્ચ શિક્ષિત છે : આરોપી સામે સાકીનાકા, અંબોલી, ઓશિવરા, એન એમ જોશી, દાદરમાં ઠગાઈ સહિતના વિવિધ પાંચ ગુના નોંધાયેલા છે.

આમં ઓશિવરા ખાતે તેની માતાએ પણ તેની આવી પ્રવૃત્તિઓને લઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તે અગાઉ આર્થર રોડ જેલમાં સજા પણ કાપીને આવ્યો છે. તે મુંબઈની એચઆર કોલેજ ભણ્યો હતો. અમેરિકાની ટીએફટી બિઝનેસ સ્કૂલમાં પણ ભણ્યો હતો. જુહુમાં કિશોર નમિત કપૂરની એક્ટિંગ સ્કૂલમાંથી અભિનય શીખ્યો છે. 10 વર્ષ સુધી ઓપ્ટિમિસ્ટિક કંપની થકી અનેક પ્રસિદ્ધ કંપનીઓની જાહેરાતમાં કામ કર્યું છે. સિંટા, રાઈટર એસોસિયેશન ઓફ ઈન્ડિયાનો સભ્ય છે. અરમાન ફિલ્મ્સના બેનર હેઠળ તે ટ્રાન્સ નામે ફિલ્મ બનાવતો હતો, જે માટે ટાઈટલ સંરક્ષિત કર્યું છે અને ટ્રેલર માટે રૂ. 25 લાખ ખર્ચ કર્યા છે.

50 લાખથી વધુ લોકોનો ડેટા
આરોપી મોલમાં પોતાના માણસોને મોકલીને ધનાઢ્યોનો ડેટા મેળવતો હતો. આ રીતે 50 લાખથી વધુ લોકોનો ડેટા ભેગો કર્યો છે. એલી એડવર્ટાઈઝિંગ, ફોર્ડ એડવર્ટાઈઝિંગ, ઝારા એડવર્ટાઈઝિંગ, કોસ્મોપોલિટન મોડેલ્સ નામે બોગસ વેબસાઈટ તૈયાર કરી હતી. આ ડેટા પર ફિલ્મમાં બાળકોને રોલ આપવો છે એવા બલ્ક મેસેજ મોકલતો હતો.

લોકડાઉનનો લાભ
લોકડાઉનને લીધે લોકો એકબીજાને પ્રત્યક્ષ મળી શકતા નહોતા તેને લાભ લઈને એડ, સિરિયલ, ફિલ્મમાં કામને નામે છેતરપિંડી કરી છે. લોકેશન નહીં મળે તે માટે 8 આઈફોન અને 40થી વધુ સિમકાર્ડ વાપરતો હતો. 2017થી 80થી વધુ લોકો સાથે તેણે રૂ. 2 કરોડની છેતરપિંડી કરી છે.

દુબઈમાં પણ કંપની
આરોપીએ દુબઈમાં ઝેનિયાસ્ટાર નામે કંપની શરૂ કરી છે, જેના થકી પણ છેતરપિંડી કરી હોવાની શંકા છે, જેની તપાસ ચાલી રહી છે. મર્સિડીઝ, બીએમડબ્લ્યુ, પોર્શેજેવાં વાહનોમાં ફરતો હતો અને વાહનો પણ સતત બદલતો રહેતો હતો, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...