તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:18 કરોડના કોકેઈન સાથે આફ્રિકન નાગરિકની ધરપકડ

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈ એરપોર્ટ પરથી ડીઆરઆઈએ એક વિદેશી મહિલાને રૂ. 6 કરોડના કોકેઈન સાથે પકડી પાડી તેના 24 કલાકમાં આફ્રિકન નાગરિકની રૂ. 18 કરોડના કોકેઈન સાથે ધરપકડ કરી છે.વિશ્વસનીય માહિતીને આધારે ડીઆરઆઈએ વાયા દુબઈ અદિસ અબાબાથી બુધવારે બપોરે મુંબઈમાં આવેલા રિપબ્લિક ઓફ ગિનિયાના નાગરિક મુસા કામારા (34)ને આંતર્યો હતો. તેની ટ્રોલી બેગના તળિયા રૂ. 2.9 કિલો કોકેઈન છુપાવેલું મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 18 કરોડ થાય છે. તેને કોર્ટમાં હાજર કરાતાં 8 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવી છે.મંગળવારે મલાવીથી આવેલી મહિલા પાસેથી રૂ. 6 કરોડનું 1 કિલો કોકેઈન મળી આવ્યું હતું. છેલ્લા 10 દિવસમાં ડીઆરઆઈ દ્વારા રૂ. 27 કરોડનું 4.5 કિલો ડ્રગ્સ પકડી પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...