તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વેબ સીરિઝને નામે પોર્ન શૂટ કરનાર અભિનેત્રીની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગહના વશિષ્ઠે પ્રોડકશન હાઉસ પણ શરૂ કર્યું હતું

મલાડ માલવણીમાં મઢ સહિત મુંબઈના અનેક સૂમસામ વિસ્તારોમાં બંગલા ભાડે લઈને તેમાં પોર્ન વિડિયો શૂટ કરવાનું કૌભાંડ ક્રાઈમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલે પકડી પાડ્યા પછી હવે તેમાં વેબ સિરીઝને નામે પોર્ન વિડિયોનું શૂટિંગ કરવા સંબંધે અભિનેત્રી ગહના વશિષ્ઠની ધરપકડ કરવામાં આવી છે. ગહનાએ પોતાનું પ્રોડકશન હાઉસ શરૂ કર્યું હતું એવું પણ બહાર આવ્યું છે.

વેબ સિરીઝને નામે પોર્નોગ્રાફિક વિડિયો શૂટ કરીને વેબસાઈટ પર અપલોડ કરીને આ ટોળકીઓ ધૂમ પૈસાની કમાણી કરે છે. ગયા સપ્તાહમાં પ્રોપર્ટી સેલે મઢ ખાતે ગ્રીન પાર્ક બંગલો પર અચાનક દરોડા પાડ્યા ત્યારે પોર્નોગ્રાફિક શૂટિંગ રંગેહાથ પકડી પાડ્યું હતું. આ પ્રકરણે શૂટિંગમાં સંકળાયેલી એક યુવતીનો છુટકારો કરવામાં આવ્યો હતો, જ્યારે બે અભિનેતા, બે યુવતી એક કેમેરામેન સહિત પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ ફિલ્મ, વેબ સિરીઝ, ટેલિવિઝન સિરિયલમાં કામ કરવા ઈચ્છુક યુવતીઓ અને મોડેલોનો સંપર્ક કરતાં હતાં. તેમને સારો બ્રેક આપવાને નામે બંગલોમાં બોલાવતા હતા, જ્યાં પછી પોર્નોગ્રાફિક શૂટિંગ કરવાની ફરજ પાડતા હતા.

આ પોર્ન ફિલ્મ પછી સોશિયલ મિડિયા અને પોતે બનાવેલી વેબસાઈટ પર અપલોડ કરીને તે જોવા માગે તેમની પાસેથી શુલ્ક વસૂલ કરીને ધૂમ કમાણી કરતા હતા.આ પ્રકરણની વધુ તપાસમાં ગહનાનું નામ સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો