તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:એમ્બ્યુલન્સમાં વિરોધ કરવા નીકળેલા સ્ટંટબાજની ધરપકડ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંદુસ્તાની ભાઉ તરીકે ઓળખાવતો શખસ બિગ બોસમાં પણ આવી ચૂક્યો છે

વિદ્યાર્થીઓની બધી પરીક્ષાઓ રદ કરવાની માગણા કરવા માટે દાદરના શિવાજી પાર્ક વિસ્તારમાં શનિવારે બપોરે એમ્બ્યુલન્સમાં આવેલા સ્ટંટબાજની પોલીસે ધરપકડ કરી હતી. કટોકટી સિવાય જાહેર સ્થળે કોઈની પણ અવરજવર પર પ્રતિબંધ મૂકતો આદેશ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવ્યો છે. આથી આરોપીએ પોલીસને હાથતાળી આપવા એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો હતો.

શિવાજી પાર્ક પોલીસે શનિવારે બપોરે આરોપી વિકાસ ફાટક ઉર્ફે હિંદુસ્તાન ભાઉને અટકમાં લીધો હતો. ફાટક રિયાલિટી ટીવી શો બિગ બોસનો ભૂતપૂર્વ સ્પર્ધક છે. શુક્રવારે તેણે પોતાના ટ્વિટ અકાઉન્ટ પર પોસ્ટ મૂકી હતી કે વિદ્યાર્થીઓની બધી પરીક્ષાઓ રદ કરાવવાની સરકાર પાસે માગણી સાથે વિરોધ કરવા તે શિવાજી પાર્કમાં આવવાનો છે.

હાલમાં શહેરમાં કરફ્યુ ચાલતો હોવાથી પોલીસ દ્વારા અટકાવવામાં આવે એવી શક્યતા હોવાથી ફાટકે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી અને તેમાં શિવાજી પાર્કમાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ સેવા કટોકટીની સેવામાં આવતી હોવાથી કોઈ પણ ચેકપોઈન્ટ પર તેને અટકાવવામાં આવતી નથી.આમ, ફાટક શિવાજી પાર્કમાં આવી ગયો, પરંતુ પોલીસને જાણ થતાં જ ત્યાં પહોંચીને બપોરે 12.30 વાગ્યે તેને અટકમાં લીધો હતો. ફાટક આવવાનો છે એવી માહિતી મળતાં પોલીસ પૂર્વે જ આશરે 15 મિડિયાકર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા.

પબ્લિસિટી સ્ટેટઃ ડીસીપી
પોલીસ વિભાગના ડીસીપી પ્રણય અશોકે જણાવ્યું હતું કે મહત્ત્વપૂર્ણ તબીબી સુવિધાનો દુરુપયોગ કરવા માટે આ ઘોર પબ્લિસિટી સ્ટંટ છે. તેની સામે એફઆઈઆર દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે ફાટક યુટ્યુબ વિડિયો બનાવે છે અને અનેક લોકો તેમ જ સેલિબ્રિટીઓની ટીકા કરે છે. આથી તેનું યુટ્યુબ અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...