તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કુટુંબ બહિષ્કારના આદેશ મુદ્દે જાત પંચાયતના 6ની ધરપકડ

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બહિષ્કાર ઉઠાવવા રૂપિયા- શરાબની માગ હતી

એક કુટુંબનો સામાજિક બહિષ્કાર કરવાનો આદેશ આપનારા જાત પંચાયતના 6 જણની પુણે જિલ્લામાં ધરપકડ કરવામાં આવી હતી. પીડિત કુટુંબે સંપતિના વિવાદમાં કાંજરભાટ જ્ઞાતિની જાત પંચાયતની દખલગિરી માન્ય કરી નહોતી. પુણે જિલ્લાના સાસવડ તાલુકા ખાતે કાંજરભાટ જ્ઞાતિની એક મહિલાએ એફઆઈઆર નોંધાવી હતી. ગયા મહિને જાત પંચાયતે એના કુટુંબનો એક વર્ષ માટે બહિષ્કાર કરવાનો આદેશ આપ્યો હતો એમ આ મહિલાએ ફરિયાદમાં નોંધાવ્યું છે.

ફરિયાદીના પિતાના મૃત્યુ બાદ તેની માતા અને એક અન્ય મહિલા જેની સાથે પિતાના સંબંધ હતા, તેમની વચ્ચે એક સંપતિના વિવાદ ઊભો થયા પછી આ ફરિયાદ મળી હતી એવી માહિતી સાસવડ પોલીસ સ્ટેશનના અધિકારીએ આપી હતી. આ વિવાદ જાત પંચાયત પાસે પહોંચ્યો હતો પણ ફરિયાદી અને એની માતાએ પંચાયત સમક્ષ હાજર થવાનો નકાર આપ્યો હતો. તેથી 3 નવેમ્બરના જાત પંચાયતે ફરિયાદી અને એના કુટુંબનો એક વર્ષ માટે બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. ઉપરાંત આ બહિષ્કાર ઉઠાવી લેવા અને સંબંધિત કુટુંબને ફરીથી જાતિમાં લેવા માટે પંચાયતે પીડિત કુટુંબનો રૂ. 1,00,000, 5 બકરી અને 5 બોટલ શરાબની માગણી કરી હતી એમ આ અધિકારીએ ઉમેર્યું હતું.

પુણે ગ્રામીણના એસપી અભિનવ દેશમુખે જણાવ્યું કે જાત પંચાયતને એ 6 પંચોની ધરપકડ કરવામાં આવી છે અને આ પ્રકરણે આગળ તપાસ ચાલુ છે. તેમના વિરુદ્ધ ઈંડિયન પીનલ કોડની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો