કાર્યવાહી:મેહુલ ચોકસી માટે આર્થર રોડ જેલની બેરેક-12માં વ્યવસ્થા

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેરેક કાકા નીરવ માટે તૈયાર કર્યો પણ હવે ભત્રીજાનો મુકામ થશે

14,000 કરોડના પીએનબી ભ્રષ્ટાચાર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર તરીકે મેહુલ ચોકસીની ધરપકડ કરવામાં આવી છે. ભારતમાંથી ફરાર થયા પછી છેલ્લા થોડા વર્ષથી એ કેરેબિયન બેટ પર એન્ટિગ્વામાં રહેતો હતો. આ જ બેટ પરના ડોમિનિકામાં મેહુલ ચોકસીને હથકડી પહેરાવવામાં આવી છે. 62 વર્ષીય ફરાર મેહુલ ચોકસી એન્ટિગ્વાના નાગરિકત્વના લીધે 2017થી ત્યાં છુપાયેલો હતો. હવે એને ભારતને સોંપવાની તૈયારી એન્ટિગ્વા સરકારે કરી છે. મેહુલ ચોકસીને ભારત પાછા લાવ્યા પછી મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર 12માં રાખવામાં આવશે.

આ બેરેક ચોકસીના કાકા નીરવ મોદી માટે તૈયાર કરવામાં આવ્યો છે પણ એને ભારત પાછા લાવવા થોડો સમય લાગશે એટલે અહીં રહેવાનું પ્રથમ બહુમાન ભત્રીજાના ફાળે ગયું છે. મેહુલ ચોકસી ભારતને પ્રત્યાર્પણ રોકવા કાયદેસર લડાઈ લડી રહ્યો છે. તેની પાસે અત્યારે એન્ટિગ્વાનું નાગરિકત્વ છે. મેહુલ ચોકસી પાસે હવે બધા વિકલ્પ ખતમ થયા છે. તેથી એનું નાગરિકત્વ હવે રદ કરવામાં આવશે એવો ઈશારો એન્ટિગ્વાના વડાપ્રધાને ગયા વર્ષે આપ્યો હતો. તેથી મેહુલે એન્ટિગ્વા છોડવાનો પ્રયત્ન કર્યો.

શરૂઆતમાં એ ક્યુબા ગયો હોવાની માહિતી મળી પણ ઈંટરપોલે જારી કરેલ યેલો કોર્નર નોટિસને કારણે ડોમિનિકાના સીઆઈડીએ એને તાબામાં લીધો હતો. એન્ટિગ્વા અને બાર્બુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને જણાવ્યું કે ચોકસીને ભારતમાં પાછો મોકલવામાં આવશે અને ભારતીય અધિકારી ડોમિનિકાના અધિકારીઓના સંપર્કમાં છે. અમે ડોમિનિકન કાયદાની અમલબજાવણી કરતી સંસ્થાઓને વિનંતી કરી છે કે એને એન્ટિગ્વા મોકલવો નહીં કારણ કે એન્ટિગ્વાના નાગરિક તરીકે એને કાયદેસર અને બંધારણીય હક છે.

એને સીધા ભારત પાછા મોકલવો. એના માટે જરૂરી વ્યવસ્થા કરવી એવી વિનંતી અમે તેમને ખાસ કરી છે. મને ખાતરી છે કે ડોમિનિકા એને ભારત પાછો મોકલશે. એ ડોમિનિકાનો નાગરિક છે કે નહીં એ વિશે મને માહિતી નથી અને એને કોઈ બંધારણીય સંરક્ષણનો ફાયદો મળશે એમ મને લાગતું નથી. આ આધારે ડોમિનિકા માટે એને હદપાર કરવો સહેલું થશે. અમે એને પાછો સ્વીકારશું નહીં. બેટ છોડીને એણે એક મોટી ભૂલ કરી છે. ડોમિનિક સરકાર સહયોગ આપી રહી છે અને અમે તેમને મેહુલ ચોકસીને ભારત પાછો મોકલો એવી વિનંતી કરી છે.

આ માહિતી અમે ભારત સરકારને આપી છે એમ બ્રાઉને સ્પષ્ટ કર્યું હતું. ભત્રીજાથી પહેલાં કાકા : પોતાના પરના આરોપો ખોટા, નિરાધાર અને રાજકીય હેતુ પ્રેરિત છે એમ ચોકસીએ પહેલાં જણાવ્યું હતું. પીએનબી ભ્રષ્ટાચાર પ્રકરણે ચોકસીના ભત્રીજા નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી છે. કાકાની જેમ જ નીરવ મોદી પણ 2018માં ભારતથી નાસી ગયો હતો અને અત્યારે એ યુનાઈટેડ કિંગ્ડમમાં છે. નીરવ મોદી હજી પણ આ પ્રત્યાર્પણના આદેશને યુકેની હાઈ કોર્ટમાં પડકારી શકે છે. તેથી ભત્રીજાના પહેલાં કાકા મેહુલ ચોકસીને ભારત પાછો લાવવામાં આવશે તો આર્થર રોડની વીઆઈપી બેરેક-12ના સ્પેશિયલ સેલમાં રાખવામાં આવશે એ પાકુ છે.

બેરેક-12માં હાઈ પ્રોફાઈલ વ્યક્તિઓ
આ પહેલાં ઘણાં હાઈ પ્રોફાઈલ વ્યક્તિઓ બેરેક-12માં પહેલાં રહી ચૂક્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા છગન ભુજબળ અને એમના ભત્રીજા સમીર ભુજબળને મની લોન્ડરિંગ પ્રકરણમાં આરોપી તરીકે બેરેક-12માં રાખવામાં આવ્યા હતા. શીના બોરા હત્યા પ્રકરણે ધરપકડ કરવામાં આવેલા સ્ટાર ઈંડિયાના ભૂતપૂર્વ સીઈઓ પીટર મુખરજી, પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક ભ્રષ્ટાચારમાં આરોપી એચડીઆઈએલના પ્રમોટર રાકેશ અને સારંગ વાધવાનનો મુકામ પણ બેરેક-12માં જ હતો. એ સાથે જ 26-11ના મુંબઈ પર થયેલા ત્રાસવાદી હુમલામાં દોષી અને પાકિસ્તાની ત્રાસવાદી અજમલ આમીર કસાબને પણ આ જ બેરેકમાં રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...