તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંભીર આરોપ:અર્ણવે TRP વધારવા BARC સાથે સાઠગાંઠ કરી હતીઃ પોલીસ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ પોલીસે પૂરક ચાર્જશીટમાં ગંભીર આરોપ કર્યા

વરિષ્ઠ ટેલિવિઝન પત્રકાર અર્ણવ ગોસ્વામીએ રિપબ્લિક ટીવીની ચેનલોની રેટિંગ સુધારવા માટે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી)ના તત્કાલીન સીઈઓ પાર્થો દાસગુપ્તા સાથે સાઠગાંઠ કરીને ટીઆરપીમાં અનધિકૃત રીતે ચેડાં કર્યાં હતાં અને તેમની મદદ માટે પૈસા ચૂકવ્યા હતા, એમ મુંબઈ પોલીસે આ પ્રકરણમાં દાખલ કરેલી પૂરક ચાર્જશીટમાં પોલીસે આરોપ કર્યો છે. પોલીસે બંને વચ્ચેના વ્હોટ્સએપ ચેટને મહત્ત્વપૂર્ણ પુરાવા તરીકે ગણાવ્યો છે.

મુંબઈ પોલીસની ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ) દ્વારા મંગળવારે કથિત નકલી ટેલિવિઝન રેટિંગ્સ પોઈન્ટ્સ (ટીઆરપી) કૌભાંડમાં ત્રીજી ચાર્જશીટ દાખલ કરી હતી. ગોસ્વામી, ચેનલ ચલાવતી એઆરજી આઉટલિયર મિડિયા ઉપરાંત ચેનલના અમુક કર્મચારીઓ સહિત છ અન્યને આરોપી બનાવ્યા છે. ચાર્જશીટ કહે છે, અમને ગોસ્વામી અને દાસગુપ્તા વચ્ચે ગોસ્વામીની ચેનલોને સતત લાભ કરાવવા માટે બીએઆરસી વિશે ગોપનીય માહિતી આદાનપ્રદાન કરાતી હોવાના પુરાવા મળ્યા છે.

જૂન 2017થી માર્ચ 2018 દરમિયાન દાસગુપ્તા બીએઆરસી સાથે કામ કરતા હતા ત્યારે અંગ્રેજી ન્યૂઝ ચેનલના ટીઆરપી રેટિંગ્સમાં અનધિકૃત રીતે ચેડાંકરવામાં આવ્યાં હતાં, જેથી તે ચેનલોની ટીઆરપી રિપબ્લિક ટીવી ચેનલોની તુલનામાં નીચે જાય, જેને લીધે તેચેનલોને રૂ. 431 કરોડનું નુકસાન થયું હતું, એમ ન્યૂઝ ચેનલના એક્ઝિક્યુટિવનું નિવેદન ટાંકીને પોલીસે જણાવ્યું છે.ટીઆરપીમાં ચેડાં કરવા સામે દાસગુપ્તાએ કરેલી સહાયની બદલીમાં ગોસ્વામીએ તેમને રકમ ચૂકવી હોવાના પુરાવા અમારી પાસે છે. દાસગુપ્તાના ઘરેથીજપ્ત જ્વેલરી અને મોંઘી ચીજવસ્તુઓ પરથી તે સિદ્ધ થાય છે, એમ પોલીસે જણાવ્યું છે.

દાસગુપ્તાનું નામ અગાઉની ચાર્જશીટમાં પણ આરોપી તરીકે હતું. તેમની ડિસેમ્બરમાં ધરપકડ કરાઈ હતી. તેઓ હાલમાં જામીન પર છે. આ કેસમાં પ્રથમ ચાર્જશીટ નવેમ્બરમાં દાખલ કરાઈ હતી, જેમાં દાસગુપ્તા અને રિપબ્લિક ટીવીના સીઈઓ વિકાસ ખાનચંદાનીનાં નામ હતાં. ગયા વર્ષે ઓક્ટોબરમાં હંસા રિસર્ચ ગ્રુપ થકી બીએઆરસી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારે આ પ્રકરણ બહાર આવ્યું હતું. હંસા રિસર્ચ ગ્રુપને નમૂનારૂપી ઘરોમાં ચેનલની વ્યુઅરશિપ નોંધવા માટે બેરોમીટર ગોઠવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પોલીસે આ પ્રકરણમાં બીએઆરસી અને રિપબ્લિકના ટોચના અધિકારીઓ સહિત એક ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી હતી, જે બધા હાલ જામીન પર છે.

અન્ય સમાચારો પણ છે...