તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:મહારાષ્ટ્રમાં CAPFની 20 ટુકડી તહેનાત કરવા મંજૂરી

મુંબઇ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસને આરામ આપવા અને ઈદ નિમિત્તે કેન્દ્ર પાસે માગણી થઈ હતી

કોરોનાને લીધે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન પોલીસો પણ મોટી સંખ્યામાં અસરગ્રસ્ત થયા હોવાથી અને હાલમાં અહોરાત્ર સેવા આપી રહ્યા છે તેમને આરામ આપવા માટે મહારાષ્ટ્રના અમુક ક્ષેત્રોમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ)ની ટુકડીઓ મોકલવા માટે કરવામાં આવેલી વિનંતીને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.  20 કપંનીઓને તહેનાત કરવા માટે મંજૂરી આપી છે.રાજ્યમાં કોરોનાને રોકવા માટે પોલીસ દિવસરાત એક કરી રહી છે. આ પ્રયાસમાં અનેક પોલીસોને પણ કોરોના લાગુ થયો છે, જ્યારે હાલમાં સેવા આપી રહ્યા છે તેમને આરામ મળતો નહીં હોવાથી કેન્દ્ર પાસે સીએપીએફની ટુકડીઓની માગણી રાજ્ય ગૃહમંત્રી અનિલ દેશમુખ દ્વારા કરવામાં આવી હતી, જેને કેન્દ્રએ મંજૂરી આપી છે. ઈદ પણ નજીકમાં જ છે ત્યારે કાયદો અને વ્યવસ્થા યોગ્ય સ્થિતિમાં રાખવા માટે અને હાલ સેવા આપતા પોલીસોને આરામ આપવા માટે કેન્દ્ર પાસે 20 ટુકડીઓ માગવામાં આવી હતી, જેની બુધવારે માગણી થતાં જ કેન્દ્રએ મંજૂરી આપી છે.નોંધનીય છે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની 32 કંપનીઓ રાજ્યમાં હાલ કામે છે અને પોલીસ સાથે સમન્વયમાં ફરજ બજાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો