તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:હાઉસિંગ સોસાયટીઓ માટે વર્ચ્યુઅલ AGM ને મંજૂરી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સભ્યો અને સંચાલક સમિતિઓએ સરકારના નિર્ણયને આવકાર આપ્યો

મહારાષ્ટ્ર હાઉસિંગ સોસાયટીના પેટાકાયદાઓમાં ઓનલાઇન (વર્ચ્યુઅલ) સોસાયટી મીટિંગ્સ યોજવા માટે થયેલા સુધારાને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયને આવકારતા ઇન્ટરફેસ ડેટા એન્ડ ડિઝાઇન (આઇડીએન્ડડી) ની મૂવિંગ બ્રાન્ડ્સના મુકુંદ રાવે દાવો કર્યો હતો કે, હાઉસિંગ / ઔદ્યોગિક / ઓફિસ પ્રીમાઇસીસ સોસાયટીઝની ટેકનોલોજી સંચાલિત વર્ચ્યુઅલ મીટિંગ્સને સભ્યો અને સંચાલક સમિતિઓ એમ બંનેએ આવકાર આપ્યો છે.

કોવિડ-19ના હાલના તણાવયુક્ત સમયમાં સભ્યો સાથે સોસાયટીની બેઠકો યોજવી સરળ નથી.વર્ચ્યુઅલ ‘એન્યુઅલ જનરલ મીટિંગ્સ’ (એજીએમ)ને પસંદ કરવામાં આવી છે, કારણ કે આ બેઠકો સલામત છે, જેમાં કોવિડ-19ને અનુરૂપ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય છે, સભ્યો માટે સુલભતા વધે છે, પરિણામે હાજરી અને ભાગીદારી વધે છે. સુરક્ષિત ટેકનોલોજી પ્લેટફોર્મે ઘર અને ઓફિસમાં સલામત જગ્યાએથી આ બેઠકો હાથ ધરવાની સુવિધા આપી છે, જેમાં પ્રવાસ કરવાની અને કોઈ એક જગ્યાએ ભેગા થવાની જરૂર નથી.

મૂવિંગ બ્રાન્ડ્સ ઇવેન્ટદીઠ રૂ. 5000 જેટલા ઓછા ચાર્જ પર વાર્ષિક સાધારણ સભા કે વિશેષ સાધારણ સભાની બેઠક યોજવા વિસ્તૃત પેકેજ ઓફર કરે છે. કંપની વર્ચ્યુઅલ એજીએમના તમામ પાસાઓની સુવિધા આપે છે, જેમાં ટેકનોલોજીકલ સહાય સામેલ છે તથા એજીએમ પછી બેઠકની કામગીરીઓની વિગત પણ સામેલ છે.

પેન ડ્રાઈવ પર એવી રેકોર્ડિંગ
મૂવિંગ બ્રાન્ડ્સ દરેક સભ્યની હાજરીનાં મીટિંગનું તથા સંચાલન સમિતિના રેકોર્ડ અને સુવિધા માટે બેઠકની કામગીરીના ડ્રાફ્ટના ડોક્યુમેન્શનનું પેન ડ્રાઇવ પર A/V રેકોર્ડિંગ પણ પ્રદાન કરશે. મૂવિંગ બ્રાન્ડ્સે છેલ્લાં 3 વર્ષમાં હાઉસિંગ સોસાયટીઓની સરળ અને શ્રેષ્ઠ કામગીરીને સક્ષમ બનાવવા હાઉસિંગ સોસાયટી મેનેજમેન્ટ શૉનું પ્રદર્શન પણ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...