ટાસ્ક ફોર્સની મંજૂરી:રાજ્યમાં 1થી 7 ધોરણ સુધી સ્કૂલો ચાલુ કરવા ટાસ્ક ફોર્સની મંજૂરી

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોકે રસીકરણ બાદ જ સ્કૂલો શરૂ કરવા ટાસ્ક ફોર્સનો આગ્રહ

રાજ્યમાં પહેલાથી સાતમા ધોરણ સુધી સ્કૂલો શરૂ કરવા માટે ચાઈલ્ડ કોવિડ ટાસ્ક ફોર્સની થયેલી બેઠકમાં ગ્રીન સિગ્નલ દેખાડવામાં આવ્યું છે. રાજ્ય સરકારે સ્કૂલ શરૂ કરવા બાબતે અન્ય બાબતોની પૂર્તી કરી તો સ્કૂલો શરૂ કરવા કોઈ વાંધો નથી એમ ચાઈલ્ડ ટાસ્ક ફોર્સનું જણાવવું છે. નાના બાળકો માટે રસી જ્યારે ઉપલબ્ધ થશે ત્યારે રસીકરણ શરૂ થશે. જોકે એના પહેલાં સ્કૂલો શરૂ કરવા માટે કોઈ વાંધો નથી એમ ટાસ્ક ફોર્સના ડોકટરોનું જણાવવું છે. ચાઈલ્ડ ટાસ્ક ફોર્સે જો ગ્રીન સિગ્નલ આપ્યું તો કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી સાથે સ્કૂલો શરૂ કરવાના નિર્ણય બાબતે ચર્ચા કરવામાં આવશે અને એ પછી રાજ્યમાં પહેલાથી સાતમા ધોરણ સુધી સ્કૂલો શરૂ કરવા બાબતે નિર્ણય લેવામાં આવશે.

આગામી દસ દિવસમાં બધા સાથે ચર્ચા કરીને રાજ્યમાં પહેલાથી સાતમા ધોરણ સુધી સ્કૂલો શરૂ કરવા બાબતે શિક્ષણ વિભાગ નિર્ણય લઈ શકે છે. શહેરી ભાગોમાં તબક્કાવાર સ્કૂલો શરૂ કરવી અથવા પહેલાથી સાતમા ધોરણ સુધી સ્કૂલો શરૂ કરવી એ બાબતે શિક્ષણ વિભાગે પોતાની તૈયારી જોઈને અને અન્ય બાબતોની પૂર્તી કરીને નિર્ણય લેવો એમ પણ ટાસ્ક ફોર્સે સ્પષ્ટ કર્યું છે.

નાના બાળકોમાં કોરોનાનું પ્રમાણ નગણ્ય : રાજ્યમાં કોરોનાની સ્થિતિ હવે નિયંત્રણમાં આવેલી દેખાય છે. તેથી રાજ્ય સરકારે અનેક બાબતો શરૂ કરી છે. એના પર હવે મુંબઈની સ્કૂલો શરૂ કરવા બાબતે મુંબઈ મહાપાલિકા પ્રશાસન તૈયાર છે. પણ નાના બાળકોના રસીકરણ બાદ જ સ્કૂલો શરૂ કરવી એવો ટાસ્ક ફોર્સનો આગ્રહ છે.

મુંબઈમાં પહેલાથી સાતમા ધોરણના વર્ગ શરૂ કરવા મુંબઈ મહાપાલિકાએ તૈયારી દર્શાવી છે. એ મુજબ રાજ્ય સરકારને પણ જણાવવામાં આવ્યું છે. સ્કૂલો શરૂ થયા પછી કોવિડના દર્દીઓની સંખ્યા વધશે તો મહાપાલિકા એને પહોંચી વળવા સક્ષમ છે એમ રાજ્ય સરકારને જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં અનલોક પછી બધે જ નાના બાળકોની અવરજવર વધવા છતાં નાના બાળકોમાં કોરોનાનું પ્રમાણ નગણ્ય છે. તેથી બગીચા, રમતના મેદાન, બજારોમાં નાના બાળકોની અવરજવર વધી છે ત્યારે સ્કૂલો શરૂ કરવા કોઈ વાંધો નથી એવો મહાપાલિકાનો મત છે.

બે તબક્કામાં સ્કૂલો શરૂ થાય એવી શક્યતા
રાજ્યમાં હવે નાના બાળકોના રસીકરણ કરવા માટે હિલચાલ શરૂ થઈ છે. મુંબઈ મહાપાલિકાએ પણ 3 લાખ બાળકોના રસીકરણની તૈયારી કરી છે. રાજ્ય સરકાર અને કોવિડ ટાસ્ક ફોર્સની સૂચના મળતા જ કાર્યક્રમની અમલબજાવણી કરવામાં આવશે. રાજ્યમાં હવે સ્કૂલો શરૂ કરવા માટે પ્રયત્ન શરૂ કરવામાં આવી રહ્યા છે. પહેલાથી ચોથા અને પાંચમાથી સાતમા ધોરણ એમ બે તબક્કામાં સ્કૂલો શરૂ કરવા સંબંધી રાજ્ય સરકારની સૂચના મળે એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...