તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂક:બોગસ રસીકરણ કૌભાંડની તપાસ કરવા માટે એસઆઈટીની નિમણૂક

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચારકોપની હોસ્પિટલનાં ડોક્ટર દંપતી સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ
  • મુખ્ય આરોપીઓનાં આઠ બેન્ક ખાતાં સીલઃ રૂ. 12.40 લાખની રકમ જપ્ત

કાંદિવલીની સોસાયટીમાં બોગસ રસીકરણ કૌભાંડ બહાર આવ્યા બાદ તેની વ્યાપ્તિ વધતાં આ પ્રકરણની તપાસ માટે એસઆઈટી રચવામાં આવી છે. આ પ્રકરણમાં ચારકોપની શિવમ હોસ્પિટલનાં સ્થાપક અને માલિક ડો. શિવરાજ પટારિયા અને તેમની પત્ની નિતા પટારિયા સહિત 10 જણની ધરપકડ કરવામાં આવી છે. કુલ સાત એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મુંબઈમાં બે હજારથી વધુ લોકોને નકલી કોવિડની રસીકરણ શિબિરોનો ભોગ બન્યા છે.

પોલીસે બનાવટી રસીકરણ કૌભાંડ કેસમાં અત્યાર સુધીમાં કુલ 10 જણની ધરપકડ કરી છે. કાંદિવલીની હીરાનંદાની હેરિટેજ સોસાયટીમાં બનાવટી રસીકરણ શિબિરના કેસમાં મુખ્ય આરોપીઓનાં 8 બેન્ક ખાતાં સીલ કરવામાં આવ્યાં છે. આ સિન્ડિકેટ દ્વારા 8થી વધુ રસીકરણની શિબિર યોજવામાં આવી હતી. પોલીસે આ મામલામાં અત્યાર સુધીમાં કુલ 7 કેસ મુંબઇનાં જુદાં જુદાં પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યા છે, એમ સંયુક્ત પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) વિશ્વાસ નાંગરે પાટીલે શુક્રવારે જણાવ્યું હતું.

પોલીસે રસીકરણ પ્રમાણપત્રો બનાવવા માટે કોવિન ખાતાના વપરાશકર્તા નામ, પાસવર્ડ શેર કરનારી એક મહિલા સહિત વિરુદ્ધ અત્યાર સુધીમાં સાત એફઆઈઆર દાખલ કરી છે. આ પ્રકરણની વ્યાપ્તિ અને ગંભીરતા વધતાં તપાસ માટે વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે, જેની આગેવાની ડીસીપી વિશાલ ઠાકુર કરશે. આઠ આરોપીઓ પાસેથી 12.40 લાખ રૂપિયાની છેતરપિંડીની રકમ જપ્ત કરવામાં આવી છે.આ પ્રકરણનો સૂત્રધાર ડો. મનીષ ત્રિપાઠીએ આગોતરા જામીન અરજીમાં શિવમ હોસ્પિટલ તરફ આંગળી ચીંધી હતી.

ડો. ત્રિપાઠી શિવમ હોસ્પિટલના સંકુલમાં નર્સિંગ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ ચલાવતો હતો. હાલમાં તે ફરાર છે. પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું કે શિવમ હોસ્પિટલને મહાપાલિકા દ્વારા 30મી એપ્રિલ પૂર્વે રસીની શીશીઓ આપવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલે એપ્રિલ 2021 સુધી રસીકરણ ચાલુ રાખ્યું હતું. હોસ્પિટલે અમુક શીશીઓ બચાવી રાખી હતી. અમુક ખાલી હતી અને અમુક ભરેલી હતી. આ શીશીઓ હોસ્પિટલે આરોપીઓને આપી હતી, જે પછી હીરાનંદાના સોસાયટીમાં વાપરવામાં આવી હતી.આરોપીઓ સામે સદોષ મનુષ્યવધનો પ્રયાસનો કેસ કરવામાં આવ્યો છે.

આ કૌભાંડમાં નાગરિકોને ખારા અથવા મીઠા પાણીનાં ઈન્જેકશન આપવામાં આવ્યાં હોવાની શંકા છે. સોસાયટીના રહેવાસીઓ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ 30 મેના રોજ હીરાનંદની હેરિટેજ સોસાયટીની મેનેજમેન્ટ કમિટીએ તેના રહેવાસીઓ અને તેમના પરિવારો, સુરક્ષા રક્ષકો, ડ્રાઈવરો અને નોકર- નોકરાણીઓ માટે કોવિડ રસીકરણ શિબિર યોજાઈ હતી.

કાંદિવલી પોલીસને કરાયેલી ફરિયાદમાં, હીરાનંદની હેરિટેજ રેસિડેન્ટ્સ વેલ્ફેર એસોસિયેશન (એચ.એચ.આર.ડબલ્યુ.એ)એ જણાવ્યું હતું કે 30મી મેના રોજ રસીકરણ શિબિર ગોઠવવામાં આવી હતી, પરંતુ પછીથી જાણવા મળ્યું કે કો-વિન પોર્ટલમાં કોઈ નોંધ નથી. જે લોકોએ ભાગ લીધો હતો તેમને વિવિધ હોસ્પિટલોનાં નામે પ્રમાણપત્રો મળ્યાં હતાં.

114 નકલી પ્રમાણપત્રો જપ્ત
પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુીમાં 114 બનાવટી પ્રમાણપત્રો મળી આવ્યા છે. પોલીસે મહેન્દ્ર પ્રતાપસિંગ (39), સંજય વિજય ગુપ્તા (29), ચંદન રામસાગર સિંહ(32), નીતિન વસંત મોર્ડે (32), મહમ્મદ કરીમ અકબર અલી (19), ગુડિયા રામબલી યાદવ (24), શિવરાજ છોટુલાલ પટારિયા (61), નિતા શિવરાજ પટારિયા (60), શ્રીકાંત નિવૃત્તિ માને (39) અને સીમા રાજેશ અહુજા(42)ની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...