તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવો પ્રકલ્પ:નરીમાન પોઈન્ટથી કોલાબા નવા પુલ માટે સલાહકારની નિમણૂક

મુંબઇ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દક્ષિણ મુંબઈમાં ટ્રાફિકજામ ઓછો કરવા માટે MMRDAનો નવો પ્રકલ્પ

ટ્રાફિક અને રાહદારીઓથી સતત ધમધમતા દક્ષિણ મુંબઈમાં નાગરિકોનો ત્રાસ ઓછો કરવા અને પ્રવાસ ઝડપી બને તે માટે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ) દ્વારા નરીમાન પોઈન્ટથી કોલાબા સુધી નવો પુલ ઊભો કરવાનો પ્રકલ્પ હાથમાં લેવાયો હોઈ તે માટે સલાહકારની નિમણૂક કરવામાં આવી છે.પ્રાધિકરણ દ્વારા 2005-2008માં પરિવહન વ્યવસ્થા સુધારવા માટે લિ. એસોસિયેટ્સ થકી અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં નરીમાન પોઈન્ટથી કોલાબાને જોડતા પુલનો પ્રસ્તાવ સામે આવ્યો હતો.

હાલમાં આ માર્ગ પર કેપ્ટન પ્રકાશ પેઠે એકમાત્ર માર્ગ અસ્તિવમાં છે. આ માર્ગ પર પ્રચંડ ટ્રાફિકજામ સર્જાય છે. આને કારણે નાગરિકોનો ભરપૂર સમય વેડફાય છે, એમ એમએમઆઈડીએના કમિશનર આર એ રાજીવે જણાવ્યું હતું.આ સમસ્યા દૂર કરવા માટે નવા પુલનું નિયોજન કરાયું છે. આ પુલની લંબાઈ 1.6 કિમી રહેશે. સલાહકાર થકી માર્ગિકા, નિયોજન, વિવિધ પ્રકારનું ટ્રાફિક સર્વેક્ષણ, પ્રકલ્પની અંદાજિત રકમ, અમલબજાવણી યોજના અને જરૂરી સર્વ પરવાનગીઓ વગેરેનો ઊંડો અભ્યાસ ચાર મહિનામાં કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો