ફેરબદલનાં એંધાણ:ધાર્મિક સ્થળો ખોલવા સુપ્રીમ કોર્ટમાં અરજી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૈનાચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મ.સા.- પંડિત મહારાજ સાહેબ દ્વારા માર્ગદર્શિત ગીતાર્થ ગંગા દ્વારા શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ભારતભરનાં બધાં જ ધર્મોનાં સર્વ ધાર્મિક સ્થળોને ખોલવા માટે જાહેર હિત અરજી કરવામાં આવી છે.બંધારણની કલમ 32માં કરવામાં આવેલી જાહેર હિત અરજીમાં મંદિરો કે અન્ય ધાર્મિક સ્થળોને ખોલવાની માગણી સાથે ભારતના દરેક નાગરિકોની આધ્યાત્મિકતાની ચિંતાને લઈને તેમ જ બંધારણ દ્વારા દરેક ધાર્મિક વ્યક્તિના મૂળભૂત અધિકારોને ધ્યાનમાં રાખીને તેઓને યુનિયન ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા મુજબ દાદ માગવામાં આવી છે.

કેન્દ્ર સરકારના આવા આદેશ પછી પણ ઘણી રાજ્ય સરકારોએ મંદિર કે ધાર્મિક સ્થળોને ખોલવા માટેની કોઈ પરવાનગી આપી નથી
યુનિયન ઓફ ઈન્ડિયાએ 30-5-2020ના અનલોક-1માં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ચોક્કસ માર્ગદર્શિકાઓને આધારે 8 જૂન, 2020થી મંદિરો ખોલી નાખવા માટે પરવાનગી આપી છે. તેને આધારે આરોગ્ય મંત્રાલયે 4 જૂન, 2020ના રોજ આ કાર્ય માટે શું સાવચેતી રાખવી તેની પણ વ્યવસ્થિત એસઓપી બહાર પાડવામાં આવી છે. કેન્દ્ર સરકારના આવા આદેશ પછી પણ ઘણી રાજ્ય સરકારોએ મંદિર કે ધાર્મિક સ્થળોને ખોલવા માટેની કોઈ પરવાનગી આપી નથી.કોવિડ-19ને કારણે આમ પણ ભારતના નાગરિકો આર્થિક સંકડામણમાં અને બેકારી અને મોંઘવારીના ચક્કરમાં ફસાયા છે તેથી માનસિક સ્થિતિ પણ ડામાડોળ થઈ ગઈ છે. ધાર્મિક સ્થળોને ખોલવાથી પ્રાર્થના તેમ જ પૂજા- અર્ચના દ્વારા તેઓ આ મુશ્કેલીમાંથી બહાર આવી શકે તેમ છે. કોવિડ-19ના જોખમોને ધ્યાનમાં રાખીને આર્થિક અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં રાજ્ય સરકારોએ ખાસ્સી છૂટો આપીને આંખમિચામણા કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...