તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાભોળકર હત્યા કેસ:દાભોળકર હત્યા કેસમાં 5 આરોપી સામે યુએપીએ લાગુ કરવા અરજી

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશેષ કોર્ટના જજ સામે સીબીઆઈની દલીલો શરૂ

અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના પદાધિકારી અને બુદ્ધિવાદી ડો. નરેન્દ્ર દાભોળકરની 2013માં થયેલી હત્યાના કેસમાં પાંચ આરોપીઓ સામે સમાજમાં આતંક ફેલાવવા માટે ગેરકાયદે પ્રવૃત્તિ (પ્રતિબંધ) ધારા (યુએપીએ) હેઠળ કેસ ચલાવવા માટે સીબીઆઈ દ્વારા વિશેષ કોર્ટના જજ એસ આર વાવંદર સામે અરજી કરી છે.

આ પ્રકરણના પાંચ આરોપીઓ ડો. વિરેન્દ્રસિંહ તાવડે, શરદ કળસકર, સચિન અંડુરે, એડવોકેટ સંજીવ પુનાલેકર અને વિક્રમ ભાવે સામે આરોપ ઘડવા પર શુક્રવારે દલીલો થઈ હતી. વિશેષ સરકારી વકીલ પ્રકાશ સૂર્યવંશીએ સીબીઆઈ વતી દલીલ કરતાં જણાવ્યું હતું કે આરોપીઓ સામે ભારતીય ફોજદારી સંહિતાની કલમો 120 બી (ફોજદારી કાવતરું), 320 (હત્યા) સાથે વાંચતાં 120 બી, શસ્ત્ર ધારાની સુસંગત કલમો અને યુએપીએ ધારાની કલમ 16 (આતંકવાદી કૃત્ય માટે સજા) હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે.આરોપીઓ સામે યુએપીએની કલમ 16 લગાવવા માટે તેમણે ભાર આપ્યો હતો અને આ કેસમાં તે લાગુ કરવાનું કેટલું ન્યાયી છે તે બાબતે દલીલો કરી હતી. યુએપીએની કલમ 15ની વ્યાખ્યા સમાજના મનમાં અથવા સમાજના લોકોમાં આતંક ફેલાવવાની રવામાં આવી છે. વર્તમાન કેસમાં સમાજના લોકોમાં આતંક ફેલાવવા માટે ડો. દાભોળકરની હત્યા કરવા માટે શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અહીં લોકોનું સમૂહ એટલે દાભોળકર દ્વારા સ્થાપિત મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સભ્યો છે, જેથી કેસમાં યુએપીએની કલમ 16 આકર્ષાય છે, એવી દલીલ તેમણે કરી હતી. સીબીઆઈને રાજ્ય સરકાર પાસેથી યુએપીએની કલમ 16 લાગુ કરવા માટે સીબીઆઈને પરવાનગી મળી છે એવી માહિતી પણ તેમણે કોર્ટને આપી હતી.બચાવ પક્ષના વકીલ વિરેન્દ્ર ઈચલકરંજિકરે જોકે યુએપીએની કલમ 16 લાગુ કરવા સામે સખત વિરોધ નોંધાવ્યો હતો.

અમે આ કલમ લાગુ કરવા માટે વિરોધ કરીએ છીએ, કારણ કે ફરિયાદ પક્ષ તેમના વિવિધ દસ્તાવેજો થકી 2016થી એવી માહિતી આપી રહ્યો છે કે ડો. તાવડે દાભોળકરને ધિક્કારતા હતા અને તેને કારણે જ તેમની હત્યા કરી હતી. આવા સંજોગોમાં આતંક ફેલાવવાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે એવો પ્રશ્ન તેમણે પૂછ્યો હતો.

સીબીઆઈ કયા આરોપ ઘડવા માગે છે
તેમણે દલીલ કરી હતી કે ફરિયાદ પક્ષ તાવડે સામે ચોક્કસ કયા આરોપ ઘડવા માગે છે, કારણ કે સીબીઆઈની આરંભિક તપાસમાં તેમણે એવો દાવો કર્યો હતો કે સારંગ આકોલકર અને વિનય પવારે દાભોળકરની હત્યા કરી નાખી હતી અને તાવડેના કાવતરાખોર બતાવ્યા હતા, પરંતુ પછીથી સીબીઆઈએ કોર્ટ સામે એવી દલીલ કરી કે અંડુરે અને કળસકરે દાભોળકરને ગોળી મારી હતી, જેમાં પણ તાવડેના કાવતરાખોર ગણાવ્યા હતા.

આ એકસમાન કઈ રીતે હોઈ શકે. કોઈ એક થિયરી હોવી જોઈતી હતી. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આગામી સુનાવણી 7 સપ્ટેમ્બરે રાખી છે. અંધશ્રદ્ધા સામે ઝુંબેશ છેડનાર દાભોળકરની 20 ઓગસ્ટ, 2013ના રોજ પુણેમાં હત્યા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...