તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:સુપ્રીમની સલાહ અનુસાર પરમવીરની કોર્ટમાં અરજી

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભ્રષ્ટાચારની તપાસ અને બદલી રદ કરવાની માગ

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે ગૃહ મંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પાર પડી હતી. સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદો ન આપતા પરમવીર સિંહે મુંબઈ હાઈ કોર્ટમાં દાદ માગવી એવો આદેશ આપ્યો હતો. એ મુજબ ગુરુવારે મુંબઈ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગૃહ મંત્રી અનિલ દેશમુખે કરેલા ભ્રષ્ટાચારની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે એવી અરજી ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.

ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં તમામ આરોપોનો ઉલ્લેખ તેમણે અરજીમાં કર્યો હતો. બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર આરોપ છે તો તેમને શા માટે પક્ષકાર કર્યા નથી? એવો સવાલ પૂછ્યો હતો. આ સમયે વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીને સીબીઆઈ તપાસ માટે મુંબઈ હાઈ કોર્ટમાં શા માટે જતા નથી? એવો સવાલ પૂછ્યો હતો. પરમવીર સિંહે દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં જજ એસ.કે.કૌલ અને જજ આર.સુભાષની ખંડપીઠ સમક્ષ સુનાવણી થઈ હતી.

બીજી તરફ મુંબઈ પોલીસ કમિશનરની કરવામાં આવેલી બદલી રદ કરવી એવી માગણી પણ આ અરજીમાં કરવામાં આવી છે. પરમવીર સિંહ તરફથી એડવોકેટ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી. મુંબઈ પોલીસ કમિશનરના પદ પરથી કરવામાં આવેલી બદલી દુર્લભ ઘટના છે. ત્યારે કોર્ટે આ પ્રકરણ એટલું ગંભીર છે તો તમે હાઈ કોર્મટાં શા માટે ન ગયા? એવો સવાલ કર્યો હતો અને રોહતગીને હાઈ કોર્ટમાં જવાની સલાહ આપી હતી. એ અનુસાર પરમવીર સિંહે મુંબઈ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો