તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:એપ આધારિત ઉબર ટેક્સીનાં ભાડાંમાં 15 ટકા વધારો કરાયો

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવ વધારા બાદ હવે પ્રતિ કિમી ભાડું રૂ. 7.40ને બદલે રૂ. 10 થઈ જશે

કોરોના મહામારીના કાળમાં ફટકો પડેલી એપ આધારિત ટેક્સીના વ્યવસાયને બેઠો કરવા માટે ઉબર કંપનીએ પોતાના ટેક્સી ચાલકો માટે કિમી દીઠ ભાડાંમાં વધારો કર્યો છે. આ પૂર્વે તેમને પ્રતિ કિમી રૂ. 7.50 મળતા હતા, જે હવે 15 ટકા વધારવા સાથે પ્રતિ કિમી રૂ. 10 મળશે. અર્થાત તે બોજ ગ્રાહકો પર આવશે. કોરોના મહામારીના કાળમાં આર્થિક મુશ્કેલીમાં સપડાયેલા નાગરિકોને તેનો મોટો ફટકો પડશે, પરંતુ ટેક્સી ડ્રાઈવરોને તેનાથી ફાયદો થશે.

ગયા વર્ષથી કોરોના મહામારીને લીધે રોજગાર, નાના વ્યવસાય બંધ થઈ ગયા છે, જ્યારે અનેક લોકોની ખાનગી નોકરીઓ છીનવાઈ ગઈ છે. આવી પરિસ્થિતિમાં હાલમાં પેટ્રોલ- ડીઝલના ભાવ આસમાનને આંબવા લાગ્યા હોવાથી જીવનાવશ્યક વસ્તુઓની મોંઘવારી પણ વધી ગઈ હોઈ પ્રવાસી સેવા પણ મોંઘી થવાને માર્ગે છે. મંગળવારે ઉબરે પોતાનાં ભાડાંનાંદરમાં વધારો કર્યો છે, જે તુરંત લાગુ થયો છે.

હાલમાં મુંબઈની લાઈફલાઈન માનવામાં આવતી લોકલ ટ્રેન સેવા સામાન્ય નાગરિકો માટે બંધ છે. આથી એસટી, બેસ્ટ, ટેક્સી, ઓલા, ઉબરના વિકલ્પ પ્રવાસીઓ માટે બચ્યા છે. આથી ઉબરના દર વધારાને લીધે મુંબઈગરાના ખિસ્સાને વધુ એક કાતર લાગશે.

અન્ય સમાચારો પણ છે...