વિવાદ:મરાઠા સમાજની માફી માગો, ફરી અનામત માટે BJPની માગ

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લાં બે વર્ષમાં સમાજને ગંભીર નુકસાન પહોંચ્યુ

વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવીણ દરેકરે સોમવારે માગણી કરી હતી કે મહાવિકાસ આઘાડી સરકારે છેલ્લાં બે વર્ષમાં મરાઠા સમાજને ગંભીર નુકસાન કર્યું હોવાથી તે બદલ માફી માગવી જોઈએ અને મરાઠા સમાજને ફરીથી અનામત મેળવી આપવા નક્કર પગલાં લેવાં જોઈએ, ઠાકરે સરકારે બે વર્ષમાં મરાઠા સમાજ સાથે કેવી રીતે છેતરપિંડી કરી તે માહિતી આપવા માટે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા. દરેકરે કહ્યું કે સરકારની ગંભીર ભૂલોને કારણે અને બેફિકર વર્તનને કારણે મરાઠા સમાજે અસ્તિત્વમાં હતું તે અનામત ગુમાવ્યું.

આ સરકારના કારણે સુપ્રીમ કોર્ટે પહેલા મરાઠા અનામતને મોકૂફ રાખ્યું અને પછી તેને રદ કર્યું. ત્યારથી આ સરકારે મરાઠા સમાજને ફરીથી અનામત મેળવવા માટે કોઈ ગંભીર પ્રયાસો કર્યા નથી. આ સરકારે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી માટે કોઈ પત્રવ્યવહાર કર્યો નથી અથવા ન્યા. ભોસલે કમિટીએ કરેલી ભલામણો મુજબ કોઈ પગલાં લેવાયાં નથી. આ સરકાર મરાઠા અનામતને ભૂલી છે. તેની નીતિ પરથી એવું લાગી રહ્યું છે કે મરાઠા સમાજને અનામત ન મળવું જોઈએ એવું તેનું ધોરણ છે.

તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની ગત ભાજપ ગઠબંધન સરકારે ૨૦૧૮માં મરાઠા સમાજને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત આપતો કાયદો પસાર કર્યો હતો. તેથી મરાઠા સમાજની ઘણા વર્ષોની માગણી પૂરી થઈ. ફડણવીસ સરકારે હાઈ કોર્ટમાં મરાઠા અનામતને સમર્થન આપ્યું હતું. આ સરકાર સુધી સુપ્રીમ કોર્ટમાં મરાઠા અનામતને મોકૂફ રાખવામાં આવ્યું નહોતું.

જોકે ઠાકરે સરકાર મરાઠા સમાજની હાલની અનામત જાળવી શકી નથી. ઠાકરે સરકારે યોગ્ય બચાવ ન કર્યો હોવાથી ગાયકવાડ કમિશનના અહેવાલને નકારી કાઢવામાં આવ્યો હતો. અમારે નવેસરથી સાબિત કરવું પડશે કે મરાઠા સમુદાય પછાત છે અને આમ કરવા માટે અમારે સુપ્રીમ કોર્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનો જવાબ આપવો પડશે.

અન્ય સમાચારો પણ છે...