તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓમાં અસંતોષ:કેન્દ્રની કઠોળ સ્ટોક લિમિટ સામે APMCના વેપારીઓનો વિરોધ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામકાજ બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો

કેન્દ્ર સરકારે કઠોળમાં સ્ટોક લિમિટ લાગુ કરેલ છે સ્ટોક લિમિટ્સ એન્ડ મુવમેન્ટ રિસ્ટ્રિક્શન્સ ઓન સ્પેસિફાઇડ ફૂડ સ્ટફસ (એમેન્ડમેન્ટ્સ) ઓર્ડર, 2021નો તાત્કાલિક ધોરણે અમલ કર્યો છે, જે હોલસેલર્સ, રિટેલર્સ, મિલર્સ અને આયાતકારોને બંધનકર્તા રહેશે. નવી મુંબઈના એ.પી.એમ.સી. માર્કેટના અનાજબજારના સર્વ વેપારીઓએ સ્ટોક લિમિટ્સને સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ કર્યો છે.

ગ્રોમા સંસ્થાના સં. માનદમંત્રી ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું કે હાલમાં કઠોળના ભાવ છેલ્લાં પાંચ વર્ષ કરતાં સૌથી નીચા છે. દરેક કઠોળ અને દાળના ભાવ એમ.એસ.પી. કરતાં પણ નીચા છે. આવા સંજોગોમાં સરકારના આ બંધનથી કોર્પોરેટ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. વેપારીઓ હેરાન થશે.

ઇન્સ્પેકટર રાજ વધશે. સરકાર તરફથી દરેક વખતે વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવે છે જેને કરીને વેપારીઓમાં અસંતોષ વધતો જાય છે. કોરોના જેવી મહામારીને કારણે લોકડાઉનના સમયમાં વેપારીઓએ પોતાના જીવ જોખમમાં મૂકી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જીવનાવશ્યક સામગ્રી પહોંચાડી હતી.

પછીથી ભાવ વધી શકે છે
જો માલ 45 દિવસમાં ન વેચાય તો શું વેપારીએ માલ ફેંકી દેવાનો? સરકાર વેપારીઓને હેરાન કરવા માટે કોઈ તક છોડવા માગતી નથી. આ સ્ટોક લિમિટને લીધે હાલમાં તો ભાવ ઘટી જશે પણ પછીથી ભાવમાં ખૂબ જ મોટો ઉછાળો આવશે. મુંબઈ જેવા મહાનગરમાં કોઈ પણ અનાજ કે કઠોળ ખેતી દ્વારા પેદા થતું નથી. બધું બહારગામથી આવે છે, જેથી ભાવમાં ઘણાં બધાં પરિબળો અસર કરતાં હોય છે. સ્ટોક લિમિટના સરકારના આ નિર્ણયને કારણે દેશભરની ઘણી એ.પી.એમ.સી. બજારોમાં શનિવારે કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું અને વેપારીઓ તરફથી જોરદાર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...