નોટિસ:ખોટો અહેવાલ મોકલવા માટે મેજિસ્ટ્રેટને API દ્વારા નોટિસ

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને નુકસાન પહોંચાડવાની ધાક બતાવી કાયદાનું ઉલ્લંઘન કરવા માટે કારણ દર્શાવો

મહારાષ્ટ્ર પોલીસના ઈતિહાસમાં પહેલી જ વાર ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટે પોલીસ પર કડક કાર્યવાહીના આપેલા આદેશ ખોટા હોવાનું ગણાવીને કાયદાનું ઉલ્લંઘન કરવા માટે પોલીસે કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. આ ઘટના બીડની છે. 2020ના એક ફોજદારી કેસમાં પોલીસે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવીને મેજિસ્ટ્રેટે બીડના એસપીને ગોપનીય અહેવાલ આપીને કરીને પોલીસ પર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો, જે મુજબ 14 ઓક્ટોબર, 2021ના રોજ પોલીસ સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે.

ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટ, વડવણીના મેજિસ્ટ્રેટે રોહિદાસ વિરુદ્ધ રામદાસ અને અન્યોના કેસમાં 12 ફેબ્રુઆરી, 2021ના રોજ વડવણી પોલીસને સીઆરપીસી 156 (3) અંતર્ગત તપાસ કરવાનો આદેશ આપીને બે મહિનામાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. પોલીસે આ સામે 11 એપ્રિલ સુધી અહેવાલ રજૂ કરવાનો હતો, પરંતુ 23 સપ્ટેમ્બર સુધી તે રજૂ કર્યો નહોતો, જેથી કોર્ટની અવમાનના થઈ છે એવો આદેશ મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવ્યો હતો.

આ અંગે એપીઆઈ નીતિન મિરકરે કારણ દર્શાવો નોટિસમાં જણાવ્યું છે કે વાસ્તવમાં મેજિસ્ટ્રેટે 12 ફેબ્રુઆરી, 2021થી 1 સપ્ટેમ્બર, 2021 સુધી ક્યારેય ફોજદારી પ્રક્રિયાની કલમ 156(3) હેઠળ તપાસનો આદેશ આપ્યો જ નહોતો એવું વડવણી પોલીસની નોંધ તપાસતાં જણાયું છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે પોલીસને નુકસાન થાય તે હેતુથી જ કાયદાનું ઉલ્લંઘન મેજિસ્ટ્રેટ દ્વારા કરાયું છે.

મેજિસ્ટ્રેટે સાચી કહીને ખોટી માહિતી પૂરી પાડી
મેજિસ્ટ્રેટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા. બીડના એસપીને સાચી છે એવું કહીને ખોટી માહિતી પૂરી પાડી. પોલીસને નુકસાન થાય તે હેતુથી કાયદેસર અધિકારનો ઉપયોગ કરીને પોલીસને નુકસાન કરવાના ઉદ્દેશથી ખોટી માહિતી આપી હતી. આ કાયદાનું ઉલ્લંઘન હોવાની અમારી ધારણા હોઈ તમારી સામે ગુનો કેમ દાખલ નહીં કરવો જોઈએ એ બાબતે ખુલાસો કરવા વિનંતી એમ કારણ દર્શાવો નોટિસમાં વડવણી પોલીસ સ્ટેશનના એપીઆઈ મિરકરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...