જામીન મંજૂર:દુષ્કર્મ કેસમાં ગણેશ નાઈકના આગોતરા જામીન મંજૂર કરાયા

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ બે અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી

લિવ-ઈન- રિલેશનશિપમાં રહેલા મહિલા દ્વારા દુષ્કર્મ અને ધાકધમકી આપવાનો આરોપ કરવાને લીધે મુશ્કેલીમાં આવેલા નવી મુંબઈના સ્ટ્રોંગમેન ગણેશ નાઈકને આખરે આગોતરા જામીન મળી ગયા છે. મુંબઈ હાઈ કોર્ટે નાઈકના જામીન મંજૂર કર્યા છે. આ નિર્ણયને લીધે નાઈકને મોટો દિલાસો મળ્યો છે. થાણે સેશન્સ કોર્ટે નાઈકની બે આગોતરા જામીન અરજી અગાઉ નકારી કાઢી હતી.

આને કારણે નાઈકને માથે ધરપકડની તલવાર લટકી રહી હતી. તેમની કોઈ પણ સમયે પોલીસ ધરપકડ કરે એવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે બુધવારે તેમને હાઈ કોર્ટમાંથી મોટો દિલાસો મળ્યો છે.નાઈક વિરુદ્ધ એક મહિલાએ જાતીય શોષણની ફરિયાદ નેરુલ પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ પરથી નેરુલ પોલીસે નાઈક સામે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણની ફરિયાદી મહિલા 1993માં વાશી સેક્ટર- 17માં બિગ ફ્લેશ સ્પોર્ટસ ક્બ ખાતે રિસ્પેશનિસ્ટ તરીકે કામ કરતી હતી. તે સમયે નાઈક વારંવાર ક્લબમાં બેઠક માટે જતા હતા.

ઓળખ થયા પછી તેઓ મારો સંપર્ક કરતા હતા. 1995થી અમારી મૈત્રી પ્રેમમાં ફેરવાઈ હતી. તે સમયે નાઈક મને પારસિક હિલ ખાતે બંગલોમાં લઈ જઈને શરીરસંબંધ પ્રસ્થાપિત કર્યા હતા, એમ મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે.પુણેમાં ફરવા ગયા પછી પણ અમારી વચ્ચે સંમતિથી શરીરસંબંધ પ્રસ્થાપિત થયા હતા, એમ મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે.

નવેમ્બર 2006માં નાઈકથી ગર્ભવતી બન્યા પછી છઠ્ઠા મહિનામાં એપ્રિલ 2007માં તેમના કહેવાથી હું ન્યૂ જર્સી ખાતે ગઈ હતી અને 18 ઓઘસ્ટ, 2007માં બાળકને જન્મ આપ્યો હતો. તે બે મહિનાનો હતો ત્યારે નાઈક પોતે મને અને બાળકને લેવા માટે અમેરિકા આવ્યા હતા. આ પછી તેમણે અમને નેરુલમાં સી-બ્રિજ ટાવર ઈમારતમાં રાખ્યાં હતાં.

અઠવાડિયામાં ત્રણ વાર તેઓ ઘરે આવતા હતા. તે સમયે તેમણે જબરદસ્તીથી શરીરસંબંધ પ્રસ્થાપિત કર્યા હતા. બાળકને પિતાનું નામ અને મને વૈવાહિક દરજ્જો આપવા અંગે પૂછ્યું તો રિવોલ્વર બતાવીને ધમકી આપી હતી. એક વખત તો હું પોતે ખતમ થઈ જઈશ અથવા તને મારી નાખીશ એવી ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...