તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાના તીવ્ર સંક્રમણ પછી હવે કોરોનાની બીજી લહેર આવી છે. આ લહેરને રોકવા માટે કોરોનાનું રસીકરણ મોટા પ્રમાણમાં ચાલુ છે. જો કે હજી સામાન્ય નાગરિકોના મનમાં રસી માટે ગેરસમજ છે. એ દૂર કરવા માટે મહાપાલિકાની સેવન હિલ્સ હોસ્પિટલે રસીકરણ પછી શરીરમાં નિર્માણ થતા એન્ટિબોડીઝનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો છે. મહાપાલિકાની સેવન હિલ્સ હોસ્પિટલે કોરોનાના સમયમાં મોટું યોગદાન આપ્યું છે. ગયા વર્ષે કોરોનાનો ફેલાવો શરૂ થયો ત્યારથી સેવન હિલ્સ હોસ્પિટલે સારવાર કરીને મોટા પ્રમાણમાં દર્દીઓને કોરોનામુક્ત કર્યા છે.
એ પછી કોરોના રોકવા માટે રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ તેમ જ કોરોના પ્રતિબંધક રસીનો કેટલો અને કેવો ફાયદો થાય છે એ સંદર્ભે હોસ્પિટલ પ્રશાસને નવા સ્વરૂપનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું છે. આ સંશોધનાત્મક અભ્યાસમાં હોસ્પિટલના આરોગ્ય કર્મચારીઓ રસી મૂકાવે પછી એન્ટિબોડીઝ નિર્માણ થાય છે કે? એ કેવી રીતે તૈયાર થાય છે? રસી મૂકાવ્યા પછી રોગ પ્રતિકારકશક્તિ વધે છે કે? શરીરમાં એન્ટિબોડીઝ કેટલો સમય ટકે છે? એન્ટિબોડીઝ નિર્માણ થવા માટે કેટલો સમય લાગે છે? કેટલા એન્ટિબોડીઝ તૈયાર થાય છે? જેવા વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કરવામાં આવશે એવી માહિતી હોસ્પિટલના ડીન ડો. બાલકૃષ્ણ અડસૂળે આપી હતી.
તો સામૂહિક પ્રતિકારશક્તિ તૈયાર થશે
રસીકરણ પર દરેક જણે હકારાત્મક દષ્ટિથી જોવું જોઈએ. સંક્રમણની શક્યતા રસીકરણને કારણે ખૂબ ઓછી થાય છે. તેમ જ સાથે અન્ય બીમારીવાળા દર્દીઓને રસીકરણથી સંરક્ષણ મળે છે. વ્યક્તિગત અને સામૂહિક સ્તરે રસીકરણને કારણે ફાયદા થશે. રસી મૂકાવ્યા બાદ સંક્રમણ થશે તો એ તીવ્ર નહીં હોય. રસીકરણના બે ડોઝ લીધા પછી પ્રતિકારશક્તિ વધવામાં મદદ થશે. વાઈરસને લીધે થનારા રોગનો ફેલાવો ઓછો થશે. એને વધવા માટે માર્ગ નહીં મળે. સંક્રમણની સાંકળને તોડવામાં મદદ થશે. તેથી વધુમાં વધુ લોકો રસી મૂકાવશે ત્યારે સામૂહિક પ્રતિકારશક્તિ તૈયાર થશે એમ અડસૂળે જણાવ્યું હતું.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.