તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:ડ્રોન વિરોધી ટેકનોલોજી મુંબઈ માટે ખૂબ જરૂરી, નિવૃત્ત કમાંડર

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હલના સમયમા ડ્રોન સર્વત્ર ઉપલબ્ધ હોવાથી ગમે ત્યાંથી ખરીદી શકાય છે

ઓછી ઊંચાઈ પરથી હુમલો કરનારા ડ્રોમ હવે આગામી સમય માટે મોટો પડકાર છે. આવા ડ્રોનનો સામનો કરનારી ટેકનોલોજી ઉપલબ્ધ હોઈ મુંબઈ જેવા શહેરમાં આ ડ્રોન વિરોધી ટેકનોલોજી હોવી અત્યંત આવશ્યક છે, એમ ડ્રોન વિરોધી ટેકનોલોજી ક્ષેત્રમાં કાર્યરત નિવૃત્ત કમાંડર સમીર મિત્તલે એક મુલાકાતમાં જણાવ્યું હતું.જમ્મુ હવાઈઅડ્ડા પર શનિવારે મધરાત્રે ડ્રોન દ્વારા બે બોમ્બવિસ્ફોટ કરવામાં આવ્યા હતા. તે પાર્શ્વભૂમિમાં મિત્તલે ઉક્ત વાત જણાવી હતી. નૌકાદળમાં 24 વર્ષની સેવા પછી મિત્તલે પોતાની ડ્રોન ટેકનોલોજી સંબંધી કંપની શરૂકરી છે. આ પ્રકારના હુમલા સર્વ પ્રકારની પારંપરિક સુરક્ષા યંત્રણાની પાર જઈને કરી શકાય છે.

મુખ્યત્વે ડોન સર્વત્ર ઉપલબ્ધ છે. ગમે ત્યાંથી તે ખરીદી કરી શકાય છે અથવા મેળવી શકાય છે. આથી જ આવા હુમલા ભાવિ પેઢીની નવી યુદ્ધપદ્ધતિહોઈ તે એક મોટો પડકાર છે.જમ્મુના હુમલામાં પાંચ કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આટલા વજનના વિસ્ફોટકો લઈને ડ્રોનનો ઉપયોગ કરવાનું શક્ય છે એવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ડ્રોનના વજનના ત્રણગણા વજનના વિસ્ફોટકો તેઓ વહન કરી શકે છે. આ મુજબ 15 કિલોનો ડ્રોન તૈયાર કરવાનં બહુ મુશ્કેલ નથી. બજારમાં આ સંબંધની સામગ્રી ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ છે. તે ખરીદી કરીને જોડીને ડ્રોન તૈયાર કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...