તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:BKC સાથે સીલિંકને જોડતા કલાનગર ફ્લાયઓવરનો બીજો માર્ગ પણ ખૂલ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલાનગરના આ ત્રણ દિશાના ફ્લાયઓવરમાં આ સૌથી લાંબો માર્ગ છે

એમએમઆરડીએ (મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ) વતી સોમવારે કલાનગર ફ્લાયઓવરના વધુ એક માર્ગને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ફક્ત ચાર મહિનામાં મુંબઈ અને એમએમઆર માટે પ્રાધિકરણે નિયોજન અને અમલબજાવણી કરીને બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સાથે વરલી- બાંદરા સી-લિંકને જોડતા કલાનગર ફ્લાયઓવરના બીજા માર્ગનું કામ પૂરું કર્યું છે.

કલાનગરના આ ત્રણ દિશાના ફ્લાયઓવરનો આ સૌથી લાંબો માર્ગ છે. એમએમઆરડીએએ બીકેસીમાં મુખ્ય નિવાસી, વ્યાવસાયિક અને વ્યાવસાયિક કેન્દ્ર સુધી સી-લિંકના 7.50 મીટર પહોળા, 804 મીટર લાંબા માર્ગનું કામ પૂરું કર્યું છે. કુલ ત્રણ માર્ગમાંથી બીકેસીથી સી-લિંક માર્ગ 21 ફેબ્રુઆરીએ ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો હતો. આ ફ્લાયઓવરની લંબાઈ 653 મીટર અને પહોળાઈ 7.50 મીટર છે. ત્રીજા માર્ગને બાંદરા- વરલી સમુદ્ર સુધી જવા માટે સાયન- ધારાવી જંકશનથી 340 મીટર પહોળા બે માર્ગ છે.

કલાનગર ખાતે હાલમાં વેસ્ટર્ન હાઈવે માર્ગ, સી-લિંક, એસ વી રોડ, સાયન- ધારાવી રોડ, બીકેસી રસ્તો અને અન્ય બે રસ્તા એકબીજાને જોડે છે. આથી આ જંકશન પર પ્રચંડ ટ્રાફિકજામ થાય છે. તેની પર માત કરવા માટે કલાનગર ફ્લાયઓવરનું કામ હાથમાં લેવાયું હતું, જેનાથી ટ્રાફિક વ્યવહાર સરળ થઈ ગયો છે. આને કારણે શહેર અને પશ્ચિમ ઉપનગર દરમિયાન પ્રવાસ વધુ સુલભ બન્યો છે.

આ ફ્લાયઓવરને લીધે ટ્રાફિકમા આશરે 10 મિનિટની બચત થશે.કલાનગર ફ્લાયઓવરનો પાયો એ પાયાઓનો મૂળ પાયો છે, ઉપ- સંરચના પિલર્સ, પિયર કેપ છે અને સુપર- સ્ટ્રક્ચર પીએસસી ગર્ડર સ્લેબ છે. કલાનગર જંકશન ખાતે અનુક્રમે 43 મીટર અને 30 મીટર અંતરના બે સ્ટીલ ગર્ડર સ્પેન છે. આ જ રીતે વેસ્ટર્ન હાઈવે પર સ્ટીલ ગર્ડરના ત્રણ અનિવાર્ય સ્પેન છે, જેની લંબાઈ આશરે 38 મીટર અને 30 મીટર છે.

કામની મુદત કેમ લંબાઈ
આ પ્રકલ્પમાં ખારફૂટ જમીન માટે વન વિભાગની પરવાનગી, ઝાડ તોડવાની પરવાનગી, ટ્રાફિક પોલીસ વિભાગની પરવાનગી, રસ્તા પર વિવિધ સર્વિસ રોડ કાઢવા અને તે ફરી કાર્યાન્વિત કરવા, સાર્વજનિક બાંધકામ વિભાગ અને રાજ્ય ઉત્પાદન શુલ્ક વિભાગના કાર્યાલયનું સ્થળાંતર કરવું, મેટ્રો લાઈન-2-બીનો એકાત્મિક લેઆઉટ તૈયાર કરવો અને આ ફ્લાયઓવરની સંરચનામાં વારંવાર થતા બદલાવને લીધે કામની પ્રગતિ પર અસર થઈ હતી.

રૂ. 163.08 કરોડનો ખર્ચ
પ્રકલ્પની મૂખ કિંમત રૂ. 163.08 કરોડ હતી, પરંતુ મેટ્રો લાઈન-2-બી પરનાંકામોને લીધે ફ્લાયઓવરનો અમુક ભાગ ઓછો કરવામાં આવ્યો અને સુધારિત કિંમત રૂ. 103.08 કરોડ છે. 2 જાન્યુઆરી, 2017ના રોજ મેમર્સ સિપ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને 30 મહિનામાં આ કામ પૂરું કરવાનો સમય અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...