એર ઈન્ડિયા એક્સપ્રેસની બે વિશેષ ફ્લાઈટ્સ શુક્રવારે યુક્રેનથી 369 ભારતીય નાગરિકોને ઘરે લઈ આવી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX 1204 દ્વારા બુકારેસ્ટથી શુક્રવારે વહેલી સવારે 2 વાગ્યે 185 મુસાફરોની પ્રથમ બેચ મુંબઈ ઊતરી હતી.કેન્દ્રીય રેલવે, કોલસા અને ખાણ રાજ્ય મંત્રી રાવસાહેબ પાટીલ દાનવે દ્વારા મુસાફરોનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. દાનવેએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને આગળની મુસાફરી માટે કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે ભારત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલા હેલ્પ ડેસ્ક વિશે માહિતી આપી હતી.
હોમબાઉન્ડ વિદ્યાર્થીઓ માટે રેલવે રિઝર્વેશનની સુવિધા પણ એરપોર્ટ પર ઉપલબ્ધ છે. મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, વિદ્યાર્થીઓએ તેમને સુરક્ષિત ઘરે પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી. બુડાપેસ્ટથી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ AXB 1602 દ્વારા 184 મુસાફરોની બીજી બેચ બપોરે 12.00 વાગ્યે ઊતરી હતી, કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મુસાફરોનું સ્વાગત કર્યું હતું.
નકવીએ ટ્વીટ કર્યું, “સરકાર ‘ઓપરેશન ગંગા’ શરૂ કરીને ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે મિશન મોડ પર કામ કરી રહી છે.ઓપરેશન ગંગા હેઠળની ફ્લાઇટ્સમાં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન, ભારતીય વાયુસેનાએ તેના C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં 7 ફ્લાઇટ્સ ચલાવતા 1,428 લોકોને બહાર કાઢ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.