તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:મુંબઈમાં 20 સહિત રાજ્યમાં વધુ 36 દર્દીનાં મૃત્યુ નિપજ્યા, કુલ સંખ્યા 23,401

મુંબઈ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 1230 નવા દરદી નોંધાતાં કુલ સંખ્યા 23,401ઃ મરણાંક 868

મુંબઈ સહિત રાજ્યમાં સોમવારે સાંજ સુધી રાજ્યમાં 1230 નવા કેસ સાથે દર્દીઓની સંખ્યા 23,401 ઉપર પહોંચી હતી, જ્યારે 36નાં મોત સાથે મરણાંક 868 થયો છે. મુંબઈમાં 765 નવા કેસ સાથે દરદીઓની સંખ્યા 14,355 થઈ છે, જ્યારે 20 નવાં મોત સાથે કુલ મોત 528 થયાં છે, જે આંકડો દેશમાં સૌથી વધુ છે. સોમવાર સુધી 4786 દરદી સાજા થઈને ઘેર ગયા છે. નવા મૃત્યુમાં મુંબઈમાં 20, સોલાપુરમાં 5, પુણેમાં 3, થાણેમાં 2, અમરાવતીમાં 1, ઔરંગાબાદ 1, નાંદેડમાં 1, રત્નાગિરિમાં 1, વર્ધામાં 1નાં મૃત્યુ થયાં છે. મૃતકોમાં 23 પુરુષ અને 13 મહિલા છે. મૃતકોમાં 17 જણ 60 વર્ષથી વધુ ઉંમરના, 16 જણ 40- 59 વયવર્ષના અને ત્રણ જણ 40થી ઓછી વર્ષના દર્દીનો સમાવેશ થાય છે. 27 દર્દીને (75 ટકા) કોરોના સાથે ડાયાબીટીસ, હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ જેવી અતિજોખમી બીમારી પણ  હતી. 

હાલમાં 1256 સક્રિય કન્ટેનમેન્ટ ઝોન્સ જાહેર કરાયા
આજ સુધી 2,18,914 નમૂના તપાસવામાં આવ્યા છે, જેમાંથી 1,93,457 નેગેટિવ અને 23,401 પોઝિટિવ આવ્યા છે. દરમિયાન રાજ્યમાં હાલમાં 1256 સક્રિય કન્ટેનમેન્ટ ઝોન્સ જાહેર કરાયા છે, જે માટે 12,027 સર્વેલન્સ સ્ક્વોડ કામ કરી રહી છે. અને 53.71 લાખ લોકોની તપાસ કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં 2,48,301 હોમ ક્વોરન્ટાઈનમાં અને 15,192 સંસ્થાત્મક ક્વોરન્ટીનમાં છે.
ધારાવી, દાદર માહિમમાં કેસ વધ્યા
દરમિયાન માહિમમાં 18 નવા કેસ નોંધાયા હતા, જે સાથે કુલ સંખ્યા 137 થઈ છે, જ્યારે 7નાં મૃત્યુ થયાં છે.દાદરમાં 5 નવા કેસ સાથે કુલ 114 કેસ થયા છે, જ્યારે 6 મોત થયાં છે. ધારાવીમાં 57 નવા કેસ નોંધાયા છે, જે સાથે કુલ કેસ 916 થયા છે, જ્યારે 29નાં મોત થયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો