તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:મુંબઈમા ફી વધારા માટે આઠ સ્કૂલની NOC રદનો પ્રસ્તાવ માટે વાલીઓને હેરાન કરવાનું ભારે પડ્યું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના સમયમાં કોઈ પણ પ્રકારે ફીમાં વધારો ન કરવો એવો સ્પષ્ટ આદેશ હોવા છતાં મુંબઈ, નવી મુંબઈની 7 સ્કૂલોને ફીમાં વધારો કરવો, વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરવી, વિદ્યાર્થીઓના પરિણામ રોકવા સહિત શિક્ષણ અધિકાર અધિનિયમનું ઉલ્લંઘન કરતી એક સ્કૂલ સહિત કુલ 8 સ્કૂલ પર આખરે શિક્ષણ વિભાગે કાર્યવાહીનો દંડો ઉગામ્યો છે. આ સ્કૂલોની એનઓસી રદ કરવાનો પ્રસ્તાવ શિક્ષણ સંચાલક પાસે રજૂ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં આ બાબતે અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે. શિક્ષણ વિભાગના પ્રસ્તાવના કારણે રાજ્યની ખાનગી શિક્ષણસંસ્થા ચાલકો ફફડી ઉઠ્યા છે.

સીબીએસઈ જેવા અન્ય શિક્ષણ મંડળની સંલગ્નતા માટે રાજ્ય સરકાર તરફથી સંબંધિત સ્કૂલોને એનઓસી આપવામાં આવે છે. મુંબઈ અને નવી મુંબઈની અનેક સ્કૂલોએ કોરોનાના સમયમાં ફી વધારવાનો નિર્ણય લઈને વાલીઓની લુટ શરૂ કરી હતી. ઉપરાંત વાલીઓ પાસે ફી ભરવા સતત ઉઘરાણી કરીને વાલીઓને હેરાન કર્યા હતા. આ સંદર્ભે અનેક વિદ્યાર્થીઓ અને વાલી સંગઠનોએ શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ પાસે દાદ માગી હતી. છતાં કેટલાક વાલીઓએ આ બાબતે શિક્ષણ વિભાગ પાસે ફરિયાદ દાખલ કરી હતી.

આ ફરિયાદની નોંધ લેતા મુંબઈ વિભાગના નવી મુંબઈની કુલ 6 સ્કૂલો પર કાર્યવાહીનો દંડો ઉગામવામાં આવશે. આ સ્કૂલોની એનઓસી રદ કરવા સંદર્ભનો પ્રસ્તાવ શિક્ષણ વિભાગ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ શિક્ષણાધિકારી (માધ્યમિક), રાયગડ જિલ્લા પરિષદ અલીબાગ તરફથી ભલામણ સહિત પુણેના પ્રાથમિક શિક્ષણ સંચાલનાલય પાસે રજૂ કરવામાં આવ્યો છે. તેથી આ બાબતે શું નિર્ણય લેવામાં આવશે એના પર બધાનું ધ્યાન છે.

મફત શિક્ષણ નકારનાર 2 સ્કૂલો પર કાર્યવાહી
શિક્ષણ હક કાયદા અનુસાર વંચિત અને નબળા ઘટકના 25 વિદ્યાર્થીઓને ખાનગી સ્કૂલમાં પ્રવેશ આપવો ફરજિયાત છે. જોકે મુંબઈની બે ખાનગી સ્કૂલોએ પ્રવેશ નકાર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ બંને સ્કૂલો પર પણ કાર્યવાહી કરવામાં આવશે અને એનઓસી રદ કરવા સંદર્ભનો પ્રસ્તાવ પણ મુંબઈ મહાપાલિકાના શિક્ષણાધિકારી કાર્યાલયે પ્રાથમિક શિક્ષણ સંચાલનાલય પાસે રજૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...