તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:MPSCની પરીક્ષા મોકૂફ રખાતાં પરેશાન વિદ્યાર્થીની આત્મહત્યા

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ની પરીક્ષાની તૈયારી કરતા મહેશ ઝોરે (26)એ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. રત્નાગિરિના લાંજા તાલુકામાં કોર્લે શંકરવાડી ખાતે સીલિંગ ફેન સાથે લટકીને મહેશે આત્મહત્યા કરી હતી.તે ઘરમાં એકલો હતો ત્યારે અંતિમ પગલું ભર્યું હતું. તેના ઘર પાસેથી પસાર થતા એક રહેવાસીએ ખુલ્લી બારીમાંથી મહેશને પંખા સાથે લટકેલો જોઈને પોલીસને જાણ કરી હતી. ખાસ કરીને એમપીએસસીની પરીક્ષા કોરોનાને લીધે સતત મોકૂફ રહેતી હોવાથી તે પરેશાન હતો. જોકે તેની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...