તંત્ર નિદ્રાંધિન:‌BIT ચાલીમાં બાબાસાહેબના સ્મારકની ઘોષણા કાગળ પર જ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિનું જતન કરવામાં સરકાર દ્વારા વિલંબ

પરેલ ખાતેની બીઆઈટી ચાલમાં ડો. બાબાસાહેબ આંબેડકર લાંબા સમય રહ્યા હતા. અનેક ઐતિહાસિક ઘટનાઓની સાક્ષીદાર આ ચાલીમાં તેમના નિવાસસ્થાનને સ્મારક બનાવવાની ઘોષણા રાજ્ય સરકારે કરી હતી. જોકે ત્રણ વર્ષ પછી પણ આ સ્મારક હજી કાગળ પર જ છે. રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકારની સ્થાપના થયા પછી એક મહિનામાં જ 6 ડિસેમ્બર 2019ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચૈત્યભૂમિ પર જઈને બાબાસાહેબને અંજલિ આપી હતી. એ પછી મુખ્યમંત્રીએ પરેલની બીઆઈટી ચાલ નંબર એક ખાતે ઘર નંબર 50 અને 51માં જઈને બાબાસાહેબ રહ્યા હતા એ ઘરની મુલાકાત લીધી હતી.

આ ઘર રાષ્ટ્રીય સ્મારક તરીકે વિકસિત કરવાની ઘોષણા કરી હતી.ઘરનું સ્મારક બનાવવા દલિત ચળવળના કાર્યકર્તાઓ દ્વારા પ્રેરણા નિવાસસ્થાન સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા 12 વર્ષથી આ સ્મારક માટે પ્રયત્ન ચાલુ છે. મુખ્યમંત્રીએ ઘોષણા કર્યા પછી સરકારી સ્તરે પગલાં ભરવામાં આવશે એવી અપેક્ષા હતી.

પણ કોરોનાના સંકટમાં છેલ્લા બે વર્ષથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એમ સમિતિના પદાધિકારી સૂર્યકાંત ખરાતે જણાવ્યું હતું.આ પ્રકરણે ટૂંક સમયમાં સમિતિ તરફથી ગૃહનિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડની મુલાકાત લઈને સ્મારકનું કામ શરૂ કરવાની વિનંતી કરવામાં આવશે એવી માહિતી ખરાતે આપી હતી.

ઐતિહાસિક બીઆઈટી ચાલ
બાબાસાહેબ આંબેડકર 1912 થી 1934 એમ કુલ બાર વર્ષ સુધી પરેલના દામોદર હોલ નજીકની બીઆઈટી ચાલમાં રહ્યા હતા. આ જ ઘરમાંથી તેમણે મનુસ્મૃતિ બાળવાનો નિર્ણય લીધો હતો. તેમ જ ઈંગ્લેન્ડની ગોળમેજી પરિષદ અને પુણે કરાર માટે બાબાસાહેબ અહીંથી ગયા હતા. શાહૂ મહારાજ પણ બાબાસાહેબને મળવા આ ઘરે આવ્યા હતા. તેથી આ ઠેકાણે સ્મારક બનવું જોઈએ એવી આંબેડકરી ચળવળના કાર્યકર્તાઓ તરફથી માગણી કરવામાં આવે છે એવી માહિતી બુદ્ધિસ્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને ભૂતપૂર્વ પોલીસ અધિકારી એડવોકેટ વિશ્વાસ કશ્યપે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...