નિવેદન:ચુનંદાં નહીં બધાનાં નામ જાહેર કરો: બોલીવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ- ગોવા કોર્ડેલિયા- ધ ઈમ્પ્રેસ ક્રુઝ પર ડ્રગ પાર્ટી પ્રકરણમાં શાહરુખ ખાનના પુત્ર આર્યનને કબજામાં લીધાની વાતો બોલીવૂડમાં પણ અસ્વસ્થતા ફેલાઈ છે. તેનો પ્રથમ દાખલો સુનીલ શેટ્ટીની પ્રતિક્રિયા છે.

શનિવાર રાતથી રવિવારે દિવસ દરમિયાન આ ડ્રગ પાર્ટી જ સર્વત્ર છવાઈ ગઈ હતી. આ વિશે સુનીલ શેટ્ટીએ એક ટ્વીટમાં જણાવ્યું કે ક્રુઝ પર દરોડા પાડવામાં આવ્યા ત્યારથી એકનું જ નામ છવાઈ રહ્યું છે.આને કારણે અન્યો પ્રત્યે દુર્લક્ષ નહીં થવું જોઈએ. અનેક લોકોને તપાસ માટે કબજામાં લેવાયા છે, પરંતુ નામ ચુનંદાંનાં જ બહાર આવી રહ્યા છે.

હજુ પ્રક્રિયા ચાલી રહી હોવાથી લોકોએ પણ નિષ્કર્ષ પર તુરંત પહોંચવું નહીં જોઈએ. અધિકારીઓએ પણ જેઓ દોષી છે તે બધાનાં નામ જાહેર કરવાં જોઈએ. દરમિયાન સુનીલ શેટ્ટીનું ટ્વીટ વાઈરલ થયા પછી તુરંત એનસીબીના પ્રમુખ એસ એન પ્રધાનની પ્રતિક્રિયા આવી છે. તેમણે જણાવ્યું કે અમે મુંબઈમાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશ ચાલુ રાખી છે. જો તમે આંકડાવારી જોશો તો છેલ્લા એક વર્ષમાં ૩૦૦થ વધુ દરોડા પાડ્યા છે. વિદેશી નાગરિક હોય, ફિલ્મોદ્યોગની હસ્તી હોય કે ધનાઢ્ય લોકો હોય, ડ્રગ્સમાં સંડોવાયેલા સામે અમારી કાર્યવાહી ચાલુ જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...