પીઆઈને પત્ર લખ્યો:પોલીસ સ્ટેશનની આગમાં અનિલ પરબના રિપોર્ટના દસ્તાવેજો ખાક?

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‌કિરીટ સોમૈયાએ દાપોલી પોલીસ સ્ટેશનના પીઆઈને પત્ર લખ્યો

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ દાપોલી પોલીસ સ્ટેશનમાં લાગેલી આગ અંગે ટ્વિટ કર્યું છે. સોમૈયાએ ટ્વિટ કર્યું કે “દાપોલી પોલીસ સ્ટેશનમાં આગ લાગી હતી. પોલીસ સ્ટેશન અનિલ પરબના ગેરકાયદેસર રિસોર્ટના દસ્તાવેજો અને પુરાવા અંગે શું ચિંતિત છે?

દાપોલી પોલીસ સ્ટેશનમાં શનિવારે સવારે 5.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે આગમાં અનેક રેકોર્ડ નાશ પામ્યા હોવાનું જાણવા મળે છે. આ જ વાતને પકડીને કિરીટ સોમૈયાએ ટ્વિટ કર્યું હતું.

કિરીટ સોમૈયાએ આ અંગે દાપોલી પોલીસ સ્ટેશનના પીઆઈને પત્ર પણ લખ્યો છે. થોડા દિવસો પહેલાં દાપોલી પોલીસ સ્ટેશનમાં આગ લાગી હતી. આ આગમાં મેં નોંધાવેલી ફરિયાદ અંગે શું કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જિલ્લા કલેક્ટર રત્નાગિરિ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, અનધિકૃત સાઈ રિસોર્ટ અને સી શંખ રિસોર્ટ, અનિલ પરબ,સદાનંદ કદમ સંબધી પત્રવ્યવહાર પોલીસ પાસે સલામત છે? સોમૈયાએ પત્રમાં જણાવ્યું છે કે, “હું વધુ ચિંતિત છું, કારણ કે હું આ સંબંધમાં મુખ્ય ફરિયાદી છું.

દરમિયાન પોલીસે આ અંગે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. આગ પછીના સમયે તે પત્રવ્યહવારના કાગળો બળી ગયા છે કે શું તે અંગે કોઇ માહિતી આપી નથી. રાજ્ય સરકાર દ્વારા જુલાઈ 2021માં અનિલ પરબના રિસોર્ટને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં નોટિસ પણ જારી કરવામાં આવી હતી. નોટિસના 90 દિવસમાં રિસોર્ટ સામે કાર્યવાહી થવી જોઈતી હતી. જોકે હજુ સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કિરીટ સોમૈયા ચેતવણી આપી છે કે રિસોર્ટ સામે કાર્યવાહી નહી થાય ત્યાં સુધી તે શાંત બેસશે નહીં.

અન્ય સમાચારો પણ છે...