કામગીરી:અનિલ દેશમુખને 14 દિવસની ન્યાયિક કસ્ટડી

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને સોમવારે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની સ્પેશિયલ કોર્ટ દ્વારા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં ભ્રષ્ટાચારના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે વિશેષ અદાલતે ઘરનું ભોજન મળે એવી તેમની વિનંતીને ફગાવી દીધી હતી. તમે પહેલાં જેલનું ભોજન ખાઓ, જો નહીં ખાઈ શકો તો પછીથી હું વિચારીશ, એમ ન્યાયાધીશે કહ્યું. આમ છતાં કોર્ટે 71 વર્ષીય દેશમુખની તબીબી સ્થિતિને ધ્યાનમાં રાખીને બેડ માટેની તેમની અરજી સ્વીકારી હતી.

દેશમુખની મની લોન્ડરિંગના કેસમાં 1 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) દ્વારા તેમની મુંબઈ ખાતેની ઓફિસમાં 12 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી.સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા એપ્રિલમાં તેમની સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યા પછી તેમની સામે તપાસ શરૂ કરી હતી. મની લોન્ડરિંગ કેસ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંઘ દ્વારા રૂ. 100 કરોડની લાંચના આરોપ કર્યા બાદ દાખલ કરવામાં આવ્યો હતો.

ઈડીએ એવી દલીલ કરે છે કે, દેશમુખે ગૃહમંત્રી તરીકેના તેમના પદનો દુરુપયોગ કર્યો હતો અને બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેની મદદથી શહેરના બાર અને રેસ્ટોરાંમાંથી રૂ. 4.70 કરોડ ભેગા કર્યા હતા.દેશમુખે ગેરરીતિના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને દલીલ કરી છે કે ઈડીનો કેસ માત્ર એક આરોપી પોલીસ (સચિન વાઝે) દ્વારા કરવામાં આવેલા દૂષિત નિવેદનો પર આધારિત હતો.

એનસીપીના નેતા દેશમુખે આ વર્ષની શરૂઆતમાં પરમવીર દ્વારા લાંચના આરોપો અંગેના વિવાદ વચ્ચે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. પરમવીર હાલમાં ગુમ છે.મુંબઈ હાઈ કોર્ટે ફેબ્રુઆરીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ ઘર નજીક વિસ્ફોટકોથી ભરેલી કારની શોધ સાથે શરૂ થયેલા મુદ્દા પર પરમવીરના આરોપોની પ્રાથમિક સીબીઆઈ તપાસનો આદેશ આપ્યાના કલાકો પછી તેમનું રાજીનામું આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...