તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશ્ચર્યજનક જાહેરાત:અનંત ચતુર્દશીને રવિવારે સરકારી રજા જાહેર કરાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કાર્યાલયોને શનિ-રવિ રજા હોવા છતાં આશ્ચર્યજનક જાહેરાત

રાજ્ય સરકારે પાંચ દિવસનું અઠવાડિયુ સૂત્ર માન્ય કર્યું હોવાથી દર શનિવાર અને રવિવારે સરકારી રજા હોય છે. આગામી અનંત ચતુર્દશી એટલે કે 19 સપ્ટેમ્બરના મહારાષ્ટ્ર સરકારના સામાન્ય પ્રશાસન વિભાગે સરકારી રજા જાહેર કરી છે. અર્થાક એ દિવસે રવિવાર હોવાથી આમેય રજા છે ત્યારે એને રજા જાહેર કરવાની આશ્ચર્યજનક બાબત પ્રથમ વખત બની છે. દરેક જિલ્લાના જિલ્લાધિકારીને સરકારી રજા જાહેર કરવાનો અધિકાર આપેલો હોય છે.

મુંબઈ શહેર અને ઉપનગર જિલ્લાના સરકારી અને અર્ધસરકારી કાર્યાલયોને દર વર્ષે અનંત ચતુર્દશી અને ગોકુળાષ્ટમી નિમિત્તે સરકારી રજા આપવામાં આવે છે. સામાન્ય પ્રશાસન વિભાગના ઉપસચિવ જ.જી.વળવીએ અનંત ચતુર્દશીના રવિવાર હોવા છતાં એ દિવસે સરકારી રજા હોવાનું ફરમાન જારી કર્યું છે. આ આદેશ મુંબઈ અને મુંબઈ ઉપનગર જિલ્લાના કાર્યાલયોને લાગુ રહેશે એમ તેમાં નોંધવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...