• Gujarati News
  • Local
  • Mumbai
  • An Unidentified Man Made A Video Call To The Actress And Apologized, Saying He Was 20 Years Old.

આઘાત:અજ્ઞાત વ્યક્તિએ અભિનેત્રિને વીડિયો કોલ કરી કુચેષ્ટા કરી, અજ્ઞાતે માફી માગી પોતે ૨૦ વર્ષનો હોવાનું જણાવ્યું

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં એક અજ્ઞાત વ્યક્તિ દ્વારા બોલીવુડ અભિનેત્રીને વોટ્સએપ વીડિયો કોલ કરીને હસ્તમૈથુન કરવાની આંચકાજનક ઘટના બની હતી. અભિનેત્રીએ આ પ્રકરણે વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. આ ૩૨ વર્ષીય અભિનેત્રી સેલ્ફ ડિફેન્સનું પ્રશિક્ષણ પણ આપે છે. એણે કરેલી ફરિયાદ પછી પોલીસે ગુનો દાખલ કર્યો છે. હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.અભિનેત્રીએ કરેલી ફરિયાદ અનુસાર શુક્રવારે બે વખત અજ્ઞાત નંબર પરથી મોબાઈલ પર કોલ આવ્યો હતો. યુકેના કોડવાળા આ નંબર પરથી ત્રીજી વખત ફોન આવ્યો ત્યારે ભૂલથી રીસિવ થઈ ગયો. આ સમયે સામેની વ્યક્તિ હસ્તુમૈથુન કરતી હતી. મને ખૂબ આઘાત લાગ્યો. મેં એના સ્ક્રિનશોટ પણ લીધા છે એમ અભિનેત્રીએ જણાવ્યું હતું. એ પછી પણ અજ્ઞાત વ્યક્તિ અભિનેત્રી સતત મેસેજ મોકલતો હતો. ઉપરાંત એને નામથી બોલાવતો હતો. એ પછી અભિનેત્રીએ ટ્વિટર પર આરોપીના મેસેજ અને સ્ક્રિનશોટ શેર કર્યા હતા. આ ટ્વિટમાં એણે મુંબઈ પોલીસને પણ ટેગ કરી હતી. પોતે મુશ્કેલીમાં મૂકાયો છે એમ ધ્યાનમાં આવતા જ અજ્ઞાત વ્યક્તિએ માફી માગી હતી અને પોતે ૨૦ વર્ષનો વિદ્યાર્થી હોવાનું જણાવ્યું હતું. આરોપીએ એ મેસેજ અને વીડિયો કોલ એક મિત્ર માટે કર્યા હતા. એનો ફોન નંબર અને અભિનેત્રીનો નંબર સરખા હોવાનો દાવો એણે કર્યો એમ અભિનેત્રીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...