તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ઉલ્હાસનગરની ઈમારતમાં આગ લાગતાં વૃદ્ધનું ગૂંગળામણથી મોત

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

થાણે જિલ્લામાં ઉલ્હાસનગર ખાતે રવિવારે વહેલી સવારે 2.30 વાગ્યે નિવાસી ઈમારતમાં આગ ફાટી નીકળતાં ધુમાડાને કારણે ગૂંગળામણથી 76 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું. મૃતક ગોપાલકૃષ્ણન નાયર ત્રીજા માળે રહેતો હતો.ઉલ્હાસનગર વસાહતમાં સેન્ટ્રલ પોલીસ સ્ટેશનની સામે સ્થિત આ ઈમારતના ઈલેક્ટ્રિક મીટર રૂમમાં પરોઢિયે આ આગ લાગી હતી. તે સમયે નજીકમાં પાર્ક કરી રાખેલી બે મોટરસાઈકલો પણ આગની લપેટમાં આવી હતી.

આગને કારણે ધુમાડાના ગોટેગોટા ઈમારતની અંદર ફરી વળ્યા હતા, જેથી અમુક રહેવાસીઓએ અગાશી પર જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને તાળું મારેલું હતું. તે સમયે વૃદ્ધ રહેવાસી વોચમેન પાસેથી ચાવી લેવા ગયો હતો, પરંતુ ધુમાડાને લીધે ગૂંગળામણ થતાં નીચે પડી ગયો હતો. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. ફાયરબ્રિગેડે આવીને એક કલાકમાં આગને કાબૂમાં લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો